શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ક્લિન સ્વીપથી બચવા ઓસ્ટ્રેલિયાએ કયા ઘાયલ ખેલાડીને આજની મેચમાં રમવા ઉતારી દીધો, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે પ્રથમ ટી20માં તાબડતોડ બેટિંગ કરી રહેલા કાંગારુ કેપ્ટન એરોન ફિન્ચને ઇજા પહોંચી હતી, બાદમાં ફિન્ચને બીજી ટી20માંથી બહાર બેસાડવામાં આવ્યો હતો, બીજી ટી20માં ફિન્ચની જગ્યાએ મેથ્યૂ વેડને કમાન સોંપવામાં આવી હતી
નવી દિલ્હીઃ સતત ઉપરાછાપરી હારથી કંટાળેલી ઓસ્ટ્રેલિયા ટીમે આજે એક મોટો ફેરફાર કર્યો છે. ભારત સામે ક્લિન સ્વીપથી બચવા કાંગારુ ટીમે ઇજાગ્રસ્ત કેપ્ટન ફિન્ચને ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે બીજી બાજુ ટીમ ઇન્ડિયામાં કેપ્ટન કોહલીએ કોઇપણ જાતનો ફેરફાર કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ટી20માં તાબડતોડ બેટિંગ કરી રહેલા કાંગારુ કેપ્ટન એરોન ફિન્ચને ઇજા પહોંચી હતી, બાદમાં ફિન્ચને બીજી ટી20માંથી બહાર બેસાડવામાં આવ્યો હતો, બીજી ટી20માં ફિન્ચની જગ્યાએ મેથ્યૂ વેડને કમાન સોંપવામાં આવી હતી.
હવે ફરી એકવાર ક્લિન સ્વીપથી બચવા કાંગારુ ટીમ મેનેજમેન્ટે ઇજાગ્રસ્ત એરોન ફિન્ચને રમાડવાનુ નક્કી કર્યુ હતુ. કાંગારુ ટીમમાં કેપ્ટન ફિન્ચની વાપસી થઇ છે, તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ટીમમાંથી સ્ટૉઇનિસને બહાર બેસાડવમાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા ટીમઃ-
એરોન ફિન્ચ (કેપ્ટન), મેથ્યૂ વેડ (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ડી શોર્ટ, મોઇસેસ હેનરિક્સ, ડેનિયલ સેમ્સ, સીન એબૉટ, મિચેલ સ્વૈપ્સન, એન્ડ્યૂ ટાઇ, એડમ જામ્પા.
ભારતીય ટીમઃ-
કેએલ રાહુલ (વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, ટી નટરાજન, યુજવેન્દ્ર ચહલ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion