શોધખોળ કરો

Gujarat Giants: યુનિવર્સ બોસ ક્રિસ ગેલનું ભારતમાં આગમન, આ લીગમાં ફટકારશે ચોગ્ગા-છગ્ગા

Legends League Cricket: અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સને હવે યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો સાથ મળી ગયો છે. કટકના બારાબતી સ્ટેડિયમમાં યોજાનારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ માટે ગેઈલ ભારત આવી ચૂક્યો છે.

Legends League Cricket: અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સને હવે યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો સાથ મળી ગયો છે. કટકના બારાબતી સ્ટેડિયમમાં યોજાનારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ માટે ગેઈલ ભારત આવી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલરો ઉપર કહેર બનીને મેદાનમાં ઉતરતા બે વિસ્ફોટક બેટ્સમેન ગેલ અને વીરેન્દ્ર સેહવાગ ગુજરાતની ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરશે.

ક્રિકેટ લીગમાં રમવા ક્રિસ ગેલનું ભારતમાં આગમન

બોલરોની ધોલાઈ કરતા આ બે દિગ્ગજ ખેલાડીઓને સાથે જોવાનો ફેન્સને મોકો મળશે. વિશ્વના મહાન T20 બેટ્સમેનોમાંના એક ગેલના નામે સૌથી વધુ T20 સિક્સર મારવાનો રેકોર્ડ છે. વેસ્ટ ઈન્ડિઝના આ ધમાકેદાર ખેલાડીએ 463 મેચમાં 1056 સિક્સર ફટકારી છે.

ફેન્સનું ખુબ મનોરંજન થશે

ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટે વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરોની હાજરીમાં શાનદાર ક્રિકેટિંગ એક્શન સાથે ચાહકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખ્યું છે. સેહવાગની આગેવાની હેઠળની ગુજરાત જાયન્ટ્સ હાલમાં ચાર મેચમાં પાંચ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો કે, તેની પાસે ઈરફાન પઠાણની LNJ ભીલવાડા કિંગ્સને હરાવીને નંબર 1 પર દાવો કરવાની તક હશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે ટેસ્ટ સિરીઝ

ક્રિકેટના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ શકે છે. ટેલિગ્રાફના અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ તટસ્થ સ્થળ તરીકે ઇંગ્લેન્ડમાં ભારત અને પાકિસ્તાન ટેસ્ટ સિરીઝની યજમાની કરવાની ઓફર કરી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દાયકાથી નથી રમાઈ સિરીઝઃ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012 પછી કોઈ દ્વિપક્ષીય સિરીજ રમાઈ નથી. 2012માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ પ્રવાસમાં T20 અને ODI સિરીઝ રમાઈ હતી. જો કે, આ પછી બંને દેશો વચ્ચે રાજકીય તણાવ સતત વધતો ગયો અને પછી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ શકી ન હતી. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો 2008 બાદથી બંને ટીમો વચ્ચે કોઈ ટેસ્ટ સિરીઝ રમાઈ નથી.

ICC ટુર્નામેન્ટ અને એશિયા કપમાં મેચો યોજાય છે

23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે

હવે ફરી એકવાર ICC 2022 T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોવા મળશે. આ શાનદાર મેચ 23 ઓક્ટોબરે રમાશે. અગાઉ, જ્યારે 2021 T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને-સામને આવી હતી, ત્યારે પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ત્યારે હાલ તો, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ સિરીઝની યજમાની કરવાની આ ઓફર અંગે ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શું વિચાર કરે છે તે હવે સમય જ બતાવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Embed widget