શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોચ શાસ્ત્રી જીત પછી રડી પડ્યો, કોના વિશે કહ્યુઃ આ છોકરાની બેટિંગ મને એક દિવસ હાર્ટ એટેલ લાવી દેશે, કોને ગણાવ્યો અલ્ટિમેટ વોરીયર ?
શાસ્ત્રીએ ટીમને સંબોધતાં કહ્યું કે, મારી આંખોમાં આંસું છે. તમે લોકોએ જે હિંમત, મજબૂતી અને ઝનૂન બતાવ્યાં એ અકલ્પનિય અને અવિશ્વસનીય છે.
બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ જીતીને સીરિઝ જીતવાનો ઈતિહાસ સર્જનારી ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ સાસ્ત્રી આ જીત પછી ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને અભિનંદન આપતી વખતે રડી પડ્યા હતા. શાસ્ત્રીએ ટીમના દરેક ખેલાડીના યોગદાનનાં વખાણ કર્યાં પણ રીષભ પંત અંગે હળવા અંદાજમાં કોમેન્ટ કરી કે, આ છોકરાની બેટિંગ કોઈ દિવસ મને હાર્ટ એટેક લાવી દેશે. ઋષભ તું આઉટસ્ટેન્ડિંગ રહ્યો. તું તારી બેટિંગથી અનેક લોકોને હાર્ટ-અટેક લાવી દે છે પણ તેં જે કર્યું એ શાનદાર છે.
શાસ્ત્રીએ અજિંક્ય રહાણેની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી. શાસ્ત્રીએ શુભમનની ફિફ્ટીને ગ્રેટ ગણાવી અને પૂજારાને અલ્ટિમેટ વૉરિયરનો ખિતાબ આપ્યો. શાસ્ત્રીએ રીષભને કહ્યું કે, તારી બેટિંગ હાર્ટ-અટેક લાવે એવી છે ને કોઈ દિવસ મને તારી બેટિંગ જોતાં જોતાં હાર્ટ એટેક આવી જશે.
શાસ્ત્રીએ ટીમને સંબોધતાં કહ્યું કે, મારી આંખોમાં આંસું છે. તમે લોકોએ જે હિંમત, મજબૂતી અને ઝનૂન બતાવ્યાં એ અકલ્પનિય અને અવિશ્વસનીય છે. એક પછી એક ઈજા અને 36 રને ઓલઆઉટ થઈ જવા છતાં તમે બહાદુરીથી લડ્યા અને એક વાર પણ ન ઝૂક્યા. તમારે ખુદ પર ભરોસો રાખવાનો હતો અને તમે એ કરી બતાવ્યું છે. આ બધું રાતોરાત બનતું નથી, એક લાંબો સમય લાગી જાય છે.
શાસ્ત્રીએ કહ્યું કે, આજે ભારત અને સમગ્ર દુનિયા તમને સલામ કરી રહી છે. યાદ રાખો, જે તમે આજે કર્યું છે તેનો આનંદ ઉઠાવો. આ ક્ષણનો જેટલો આનંદ ઉઠાવી શકો છો એટલો આનંદ ઉઠાવો. તમે તમામ યંગસ્ટર્સ, ટીમ સ્ટાફ બધા ઉત્કૃષ્ટ છો. આ જીતનો સિલસિલો મેલબર્નમાં શરૂ થયો, સિડની શાનદાર રહ્યું તો ગાબામાં જ્યારે આવ્યા તો સિરીઝ બરાબરી પર હતી. આપે આજે જે હાંસલ કર્યું છે તેને વખાણવા શબ્દો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
સુરત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion