શોધખોળ કરો

Odisha Raid: ભારતના ઈતિહાસની સૌથી મોટી IT રેડ,ટ્રકમાં ભરવામાં આવ્યા પૈસા...જાણો શું શું મળ્યું

Odisha Raid: ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો આવકવેરાના દરોડા ઓડિશામાં થયો હતો જે 10 દિવસ સુધી ચાલ્યો હતો. આ દરોડામાં આવકવેરા અધિકારીઓએ 352 કરોડ રૂપિયાની જંગી રકમ રિકવર કરી હતી.

Income Tax raids: ભારતના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી આવકવેરા રેડ ઓડિશામાં હાથ ધરવામાં આવી હતી જે 10 દિવસ સુધી ચાલી હતી. આ દરોડામાં આવકવેરા અધિકારીઓએ દારૂ બનાવતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના અનેક વિભાગો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન 352 કરોડ રૂપિયાની જંગી રકમ વસૂલ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, આ દરોડા ખાસ કરીને તેના કદ અને જટિલતાને કારણે સમાચારમાં હતા અને તેને આવકવેરા વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે. આ રેડની માહિતી સામે આવતા જ સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી હતી.

સુરક્ષા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂર પડી 

દરોડા દરમિયાન, આવકવેરા વિભાગે જમીનની નીચે દટાયેલી કિંમતી ચીજવસ્તુઓને ઓળખવા માટે સ્કેનિંગ વ્હીલ સાથેના મશીનનો ઉપયોગ કર્યો હતો, સાથે સાથે આ કામગીરી માટે 36 નવા મશીનોની પણ વ્યવસ્થા કરી છે જેથી નોટોની ગણતરી કરી શકાય. આટલી મોટી રકમ મળ્યા બાદ આવકવેરા વિભાગે વિવિધ બેંકોના કર્મચારીઓને મદદ માટે બોલાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મોટી રકમની ગણતરી અને સુરક્ષા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂર પડી હતી.

આવકવેરા વિભાગના અધિકારીઓનું સન્માન

આવકવેરા વિભાગે દરોડા પછી વસૂલ કરાયેલા નાણા ટ્રકમાં લોડ કર્યા અને કડક સુરક્ષા વચ્ચે વિભાગની ઓફિસમાં જમા કરાવ્યા. આ ઓપરેશનની સફળતાની ગાથાએ આવકવેરા વિભાગની કાર્યક્ષમતા અને સમર્પણને ઉજાગર કર્યું હતું.

સરકારે આવકવેરા વિભાગના અધિકારીઓને સન્માનિત કર્યા હતા

તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે આ દરોડાની આગેવાની કરનાર આવકવેરા વિભાગના અધિકારીઓને સન્માનિત કર્યા હતા, જેમાં મુખ્ય આવકવેરા તપાસ નિર્દેશક એસકે ઝા અને એડિશનલ નિર્દેશક ગુરપ્રીત સિંહનો સમાવેશ થાય છે. આ દરોડા ન માત્ર આવકવેરા વિભાગની સફળતાનું પ્રતિક બની ગયા, પરંતુ તેનાથી સાબિત થયું કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે સરકારની કાર્યવાહી સતત ચાલુ છે. તમને જણાવી ગઈએ કે, કેન્દ્ર સરકાર કાળા નાણા પર અંકુશ મુકવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. આ પહેલા પણ ઘણ કાળા બજારીઓના ઠેકાણા પર રેડ પાડી મોટી માત્રામાં બેનામી સંપત્તિ જપ્ત કરી હતી. 

આ પણ વાંચો...

EPFOના આ મેમ્બર માટે 30 નવેમ્બર લાસ્ટ ડેટ, ઝડપથી પતાવો કામ, નહિતો થશે નુકસાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget