(Source: ECI/ABP News/ABP Majha)
Dies: ભારતીય ટીમના આ સ્ટાર ક્રિકેટરના પિતાનુ નિધન, લાંબા સમયથી હતા બિમાર
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂઆતની બે ટેસ્ટમાં ઉમેશ યાદવ પ્લેઇંગ ઇલેવનનો ભાગ ન હતો રહ્યો. રિપોર્ટ્સ અનુસાર, હાલમાં ઉમેશ યાદવ પિતાના નિધન બાદ તે નાગપુર પરત ફર્યો છે.
Umesh Yadav's father Tilak Yadav Dies: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ રહેલી ચાર મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી સીરીઝનો ભાગ રહેલા ઉમેશ યાદવના માથે દુઃખોનો પહાડ તુટી પડ્યો છે. ફાસ્ટ બૉલર ઉમેશ યાદવના પિતા તિલક યાદવનું નિધન થઇ ગયુ છે. તિલક યાદવનું 74 વર્ષની ઉંમરે 23 ફેબ્રુઆરીએ નિધન થઇ ગયુ છે. ઉમેશ યાદવના પિતા છેલ્લા કેટલાય સમયથી બિમાર હતા, અને તેમને નાગપુરની ખાનગી હૉસ્પીટલમાં ઇલાજ ચાલી રહ્યો હતો. જોકે, આમ છતાં તેમની સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો ન હતો, અને આજે તેમને અંતિમ શ્વાસ લીધા છે.
ઉમેશ યાદવના પિતા ઉત્તર પ્રદેશના પડરૌના જિલ્લાના પોકરભિન્ડા ગાવના રહેવાસી હતા, તે પછી વેસ્ટર્ન કૉલ ફિલ્ડ્સમાં નોકરીના કારણે તે નાગપુર જિલ્લાના ખાપરખેડામાં પરિવાર સાથે વસી ગયા હતા. ઉમેશ યાદવ ઉપરાંત તિલક યાદવના બીજા બે દીકરા છે. કમલેશ અને રમેશ યાદવ અને એક દીકરી પણ છે. ઉમેશ યાદવના પિતાના અંતિમ સંસ્કાર નાગપુર જિલ્લાના કોલાર નદી ઘાટ પર પુરા કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂઆતની બે ટેસ્ટમાં ઉમેશ યાદવ પ્લેઇંગ ઇલેવનનો ભાગ ન હતો રહ્યો. રિપોર્ટ્સ અનુસાર, હાલમાં ઉમેશ યાદવ પિતાના નિધન બાદ તે નાગપુર પરત ફર્યો છે. ઉમેશ યાદવને તેના પિતાએ મહામહેનતે સ્ટાર ક્રિકેટર બનાવ્યો, તેના દરેક સપનાને તેના પિતાએ પુરા કર્યા હતા.
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન -
- રિકી પોન્ટિંગ અહીં બીજા નંબર પર છે, પોન્ટિંગે 29 મેચોની 51 ઇનિંગોમાં 54.36 ની એવરેજથી 2555 રન ફટકાર્યા છે.
- વીવીએસ લક્ષ્મણે 29 મેચોની 54 ઇનિંગોમાં 49.67 ની એવરેજથી 2434 રન બનાવ્યા છે.
- રાહુલ દ્રવિડના નામે 32 મેચોની 60 ઇનિંગોમાં 39.68 ની એવરેજથી 2143 રન નોંધાયેલા છે.
- માઇકલ ક્લાર્કે 22 મેચોની 40 ઇનિંગોમાં 53.92 ની એવરેજથી 2049 રન બનાવ્યા છે.
- ચેતેશ્વર પુજારા આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે, તે 22 મેચોની 40 ઇનિંગોમાં 52.18ની એવરેજથી 1931 રન બનાવી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (સી), કેએલ રાહુલ, એસ ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટ કિપર), ઈશાન કિશન (વિકેટ કિપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, આર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર , સૂર્યકુમાર યાદવ , ઉમેશ યાદવ , જયદેવ ઉનડકટ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની વન ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), એસ ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), આર જાડેજા, કુલદીપ યાદવ,વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ , ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ