શોધખોળ કરો

Cricket: 2024ના ટી20 વર્લ્ડકપ માટે આ 15 ટીમોએ કર્યુ ક્વૉલિફાય, હજુ પાંચ જગ્યાઓ માટે જામી છે ટક્કર, જાણો કોની પાસે છે મોકો ?

ICC 2024 T20 વર્લ્ડકપ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. આ ટી20 વર્લ્ડકપની 9મી એડિશન હશે.

2024 T20 World Cup: ક્રિકેટ રસીયાંઓ માટે એક પછી એક ખુશખબર સામે આવી રહી છે, આ વર્ષે વનડે વર્લ્ડકપ રમાશે, તો આવતા વર્ષે આઇસીસી ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે. ICC 2024 T20 વર્લ્ડકપ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. આ ટી20 વર્લ્ડકપની 9મી એડિશન હશે. 2024 ટી20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. જોકે, આ ટૂર્નામેન્ટ માટે હવે કુલ 15 ટીમોએ ક્વૉલિફાય કરી લીધુ છે અને હવે માત્ર પાંચ જ જગ્યાઓ બાકી છે, અને આ જગ્યાઓ માટે જોરદાર ટક્કર જામી છે.

આગામી 2024 ટી20 વર્લ્ડકપ માટે 2022 T20 વર્લ્ડકપની ટોપ 8 ટીમો અને ICC ટી20 ટોપ 10 ટીમોની બાકીની બે ટીમો, જ્યારે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાને સીધી એન્ટ્રી મળી ચૂકી છે. આ ઉપરાંત ત્રણ ટીમો ક્વૉલિફાયર રાઉન્ડ રમીને ક્વૉલિફાય થઈ છે.

આયર્લેન્ડ, સ્કૉટલેન્ડ અને પાપુઆ ન્યૂ ગિનીએ 2024 ટી20 વર્લ્ડકપ માટે ક્વૉલિફાય કરી લીધુ છે. હવે બાકીના પાંચ સ્થાનો અમેરિકા ક્વૉલિફાયર, એશિયા ક્વૉલિફાયર અને આફ્રિકા ક્વૉલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે. 2024 ટી20 વર્લ્ડકપ માટે અમેરિકાની એક ટીમ અને એશિયા અને આફ્રિકાની બે-બે ટીમોને ટિકિટ મળશે. ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બર, 2023 સુધીમાં 2024 ટી20 વર્લ્ડકપમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના નામ સ્પષ્ટ થઈ જશે.

આ 15 ટીમોએ બનાવી 2024 ટી20 વર્લ્ડકપમાં જગ્યા - 
નોંધપાત્ર વાત એ છે કે, યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા ઉપરાંત ભારત, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, આયર્લેન્ડ, સ્કૉટલેન્ડ અને પાપુઆ ન્યૂ ગીનીએ 2024 ટી20 વર્લ્ડકપમાં જગ્યા બનાવી છે.

પહેલીવાર ટી20 વર્લ્ડકપમાં રમશે 20 ટીમો  - 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પહેલીવાર ટી20 વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લઇ રહી છે. આ 20 ટીમોને ચાર ગૃપમાં વહેંચવામાં આવશે. 5-5 ટીમો ધરાવતા ચાર ગૃપોમાંથી ટોપ-2 આઠ ટીમો આગળના રાઉન્ડમાં પહોંચશે. આ પછી આ ગૃપમાં ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં એન્ટ્રી કરશે, ત્યારબાદ ફાઇનલ મેચ રમાશે.

ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો 2022નો ટી20 વર્લ્ડકપ - 
ઉલ્લેખનીય છે કે, 2022માં યોજાયેલા ટી20 વર્લ્ડકપની યજમાની ઓસ્ટ્રેલિયાએ કરી હતી, જેમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડ બીજીવાર T20 ચેમ્પિયન બન્યું છે. પ્રથમવાર ઇંગ્લિશ ટીમે 2010માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

આ ખેલાડીઓ આગામી ટી20 વર્લ્ડકપ (2024)માંથી થઇ શકે છે બહાર - 
બીસીસીઆઇએ 2024માં રમાનાર ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મોટો ફેંસલો લીધો છે, બૉર્ડ તરફથી કહેવામા આવ્યુ છે કે, રવિચંદ્નન અશ્વિન, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક, ભુવનેશ્વરકુમાર, આગામી વર્લ્ડકપ યોજનામાંથી પુરેપુરી રીતે બહાર છે. આ ઉપરાંત આ લિસ્ટમાં કેપ્ટન રોહિત શર્માનું પણ નામ જોડવામાં આવ્યુ છે. જોકે, વિરાટ કોહલીનુ નામ આ લિસ્ટમાં સામેલ નથી.  

સુકાનીપદમાં ફેરફાર બાદ ભારતીય ટીમ - 

T20 ફોર્મેટ - હાર્દિક પંડ્યા - T20 ફોર્મેટમાં કમાન સંભાળશે
ODI ફોર્મેટ - રોહિત શર્મા - ODIમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે
ટેસ્ટ ફોર્મેટ - ટેસ્ટ ફોર્મેટમાં પણ કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માના ખભા પર રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget