Cricket: પાકિસ્તાનીની મોટી ભવિષ્યવાણી, બતાવી દીધું આ વખતે કઇ બે ટીમો ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ રમશે
ICC Champions Trophy 2025: લંડનના મેયર સાદિક ખાને એમ પણ કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન માટે લગભગ ત્રણ દાયકા પછી મોટા આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરવાની તક છે

ICC Champions Trophy 2025: વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ, ૨૦૨૫ સુધી ચાલનારી ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ૨૦૨૫ પર છે, ત્યારે લંડનના મેયર સાદિક ખાન ટૂર્નામેન્ટના ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવાની આશા રાખી રહ્યા છે. સાદિક ખાને જિયો ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને આશા છે કે આ એક શાનદાર ચેમ્પિયન્સ ટ્રૉફી હશે. હું હંમેશા વિજેતાને ટેકો આપું છું, તેથી હું ક્યારેય હારતો નથી."
લંડનના મેયર સાદિક ખાને એમ પણ કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન માટે લગભગ ત્રણ દાયકા પછી મોટા આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરવાની તક છે. ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવતા, તેણે મજાકમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની પસંદગી સમિતિઓને કહ્યું કે જો તમે પાકિસ્તાન કે ઈંગ્લેન્ડના પસંદગીકાર છો તો હું ઉપલબ્ધ છું. હું મુક્ત છું, હું રમી શકું છું. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે પાકિસ્તાની સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ફોર્મમાં પાછો ફરશે અને શાનદાર પ્રદર્શન કરશે.
મેયર સાદિક ખાનનો ટીમોને લઇને મત
લંડનના મેયર સાદિક ખાને ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને અન્ય ટીમો વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે ભારતમાં ઇંગ્લેન્ડનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. પાકિસ્તાન હાલમાં સંઘર્ષ કરી રહ્યું છે. તેમણે ઓસ્ટ્રેલિયાને સૌથી મજબૂત ટીમોમાંની એક ગણાવી અને અંતે દક્ષિણ આફ્રિકાને સંતુલિત ટીમ ગણાવી અને કહ્યું કે આ ટીમ અન્ય ટીમો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી પર વિચાર
સાદિક ખાને એ વાત પર પણ નિરાશા વ્યક્ત કરી કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું ટાળ્યું છે. તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આંતરરાષ્ટ્રીય ટીમો પાકિસ્તાન આવી રહી નથી. મને આશા છે કે આ ICC ટુર્નામેન્ટ સફળ રહેશે. તમને જણાવી દઈએ કે લંડનના મેયરે તાજેતરમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટ (BAT) ના ડિનરમાં હાજરી આપી હતી, જ્યાં તેઓ બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચનને મળ્યા હતા. તેમણે કહ્યું કે અભિષેક બચ્ચન એક શાનદાર અભિનેતા છે. હું ઈચ્છું છું કે બોલિવૂડ અને પાકિસ્તાનની શોબિઝ ઇન્ડસ્ટ્રી લંડનમાં ફિલ્મોનું શૂટિંગ કરે. તેમણે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પણ પ્રશંસા કરી અને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા માટે ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા બદલ BATનો આભાર માન્યો.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
