Padma Awards 2025: રમતગમત ક્ષેત્રે શ્રીજેશ પીઆરને પદ્મ ભૂષણ, આર અશ્વિન અને સત્યપાલ સિંહને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
Padma Awards 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેરળના શ્રીજેશ પીઆરને રમતગમત ક્ષેત્રે પદ્મ ભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ભૂતપૂર્વ ભારતીય હોકી ગોલકીપર અને જુનિયર ભારતીય હોકી ટીમના વર્તમાન કોચ છે.
Padma Awards 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત નાગરિક સન્માન સમારોહ-1 માં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા. રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર-2025(સમારોહ-1) માં સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
PTI PHOTOS | Veteran actor Shekhar Kapur, cricketer Ravichandran Ashwin, and hockey player P R Sreejesh among the 71 prominent personalities conferred with Padma awards on Monday. pic.twitter.com/8Zlpb6INZy
— Press Trust of India (@PTI_News) April 29, 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેરળના શ્રીજેશ પી.આર. રમતગમત ક્ષેત્રે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ભૂતપૂર્વ ભારતીય હોકી ગોલકીપર અને જુનિયર ભારતીય હોકી ટીમના વર્તમાન કોચ છે. શ્રીજેશ વિશ્વના એકમાત્ર હોકી ગોલકીપર તરીકે જાણીતા છે જેમણે તેમની 22 વર્ષની રમત કારકિર્દી દરમિયાન બે વાર ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ અને ત્રણ વખત પ્રતિષ્ઠિત FIH ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે.
તે જ સમયે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રમતગમત ક્ષેત્રે તમિલનાડુના રવિચંદ્રન અશ્વિનને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. તે શ્રેષ્ઠ ભારતીય ક્રિકેટરોમાંનો એક છે. તેમને અર્જુન એવોર્ડ અને આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર સહિત અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના ડૉ.સત્યપાલ સિંહને રમતગમત ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કર્યા. એથ્લેટિક્સ કોચ અને માર્ગદર્શક, ડૉ. સિંહે તેમના અતૂટ સમર્પણ દ્વારા ભારતીય પેરા-સ્પોર્ટ્સમાં અસાધારણ યોગદાન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, ભારતીય પેરા-એથ્લીટ્સે પેરાલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીત્યા છે. આ પુરસ્કારો ભારતીય રમતગમતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર શ્રેષ્ઠતા પ્રત્યેના તેમના સમર્પણને રેખાંકિત કરે છે.
સરકારે પ્રજાસત્તાક દિવસ પહેલા 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આમાં શારદા સિંહા, ઓસામુ સુઝુકી સહિત 13 હસ્તીઓને મરણોત્તર પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. પદ્મ ભૂષણ માટે19 હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. આ વખતે 113 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓનો સમાવેશ થાય છે. આમાં વિદેશી/ NRI/ PIO/ OCI શ્રેણીના 10 લોકોનો પણ સમાવેશ થાય છે.




















