શોધખોળ કરો

Rishabh Pant Photo: અંદાજે 40 દિવસ બાદ પોતાના પગ પર ઉભો થયો રિષભ પંત, સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ

Rishabh Pant Photo:  ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયો હતો. તે પછી, લગભગ 1 મહિનો હોસ્પિટલમાં વિતાવ્યા પછી, તે હવે તેના ઘરે પહોંચી ગયો છે

Rishabh Pant Photo:  ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયો હતો. તે પછી, લગભગ 1 મહિનો હોસ્પિટલમાં વિતાવ્યા પછી, તે હવે તેના ઘરે પહોંચી ગયો છે, જ્યાંથી તે સોશિયલ મીડિયા પર ચાહકોને તેની રિકવરી વિશે અપડેટ કરતો રહે છે. હવે ઋષભે 10 ફેબ્રુઆરીની સાંજે એક ટ્વિટ કર્યું, જેમાં તેણે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેણે હવે થોડું ચાલવાનું શરૂ કર્યું છે.

રિષભ પંતે પોતાના ટ્વિટમાં ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે, One step forward, One step stronger, One step better. પંતની આ પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેની રિકવરી સારી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે નવા વર્ષ નિમિતે પંત પોતાની કાર ચલાવીને રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો, તે દરમિયાન તેમની કાર નેશનલ હાઈવે પર અચાનક અકસ્માતનો ભોગ બની હતી.

જ્યારે આ અકસ્માતમાં પંતની કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી અને તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, આ અકસ્માતમાં તેનો જીવ માંડ માંડ બચ્યો હતો. તે સમયે પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પછી, તેમને એરલિફ્ટ કરવામાં આવ્યો અને ઘૂંટણની સર્જરી માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં શાનદાર ફોર્મ જોવા મળ્યું હતું

પંતે વર્ષ 2022 ના અંતમાં બાંગ્લાદેશના પ્રવાસ પર રમાયેલી 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં જ્યાં તેના બેટથી 46 રનની મહત્વપૂર્ણ ઇનિંગ જોવા મળી હતી, તો બીજી મેચમાં તેણે ટીમની પ્રથમ ઇનિંગ દરમિયાન 93 રન બનાવ્યા હતા. આ પછી બધાને આશા હતી કે રિષભ હવે ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા માટે ફરી એકવાર મેચ વિનરની ભૂમિકા ભજવતો જોવા મળશે. પરંતુ આ થઈ શક્યું નહીં. હવે બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં તેની જગ્યાએ કેએસ ભરત રમી રહ્યો છે. પંત ક્યારે મેદાનમાં પરત ફરશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ દરમિયાન ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે આ વર્ષે એક્શનમાં જોવા નહીં મળે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
Embed widget