Shardul Thakur Wedding: કેએલ રાહુલ બાદ આ સ્ટાર ખેલાડી કરશે લગ્ન, જાણો ડિટેલ્સ
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર અને મિતાલી પારુલકરે વર્ષ 2020 માં સગાઇ કરી હતી, આ પછીથી ક્રિકેટ ફેન્સ તેને બહુ જલદી લગ્નમાં જોડામાં જોવા માંગતા હતા.

Shardul Thakur Wedding: ભારતના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતા શાર્દૂલ ઠાકૂર જલદી લગ્ન કરવાનો છે, તેના લગ્ન ભારતીય ઓપનર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન બાદ થશે, રિપોર્ટ્સ અનુસાર, શાર્દૂલ ઠાકૂર આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તે પોતાની પાર્ટનર મિતાલી પારુલકર સાથે લગ્ન માટે તૈયાર થઇ ગયો છે. મિતાલી શાર્દૂલની મંગેતર છે, બન્નેએ વર્ષ 2020માં સગાઇ કરી હતી.
ફેબ્રુઆરીમાં લગ્ન કરશે શાર્દૂલ ઠાકૂર -
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરના લગ્નનું અપડેટ ખુદ તેની મંગેતર અને થનારી પત્ની મિતાલીએ આપ્યુ છે. મિતાલીએ બતાવ્યુ કે, લગ્નના સમારોહની શરૂઆત 25 ફેબ્રુઆરીએ થશે, આ સમારોહમાં 200-250 મહેમાન સામેલ થશે. શાર્દૂલ ઠાકૂર ટીમ ઇન્ડિયાના શિડ્યૂલના કારણે લગ્નની દરેક વસ્તુનું મેનેજમેન્ટ હુ જ કરી રહી છું. શાર્દૂલ ઠાકૂર લગ્નના દિવસે જ કાર્યક્રમમાં પહોંચશે.
મિલાએ એ પણ બતાવ્યુ કે, લગ્નના તમામ ફન્ક્શન કરજતમાં થશે, પહેલા અમે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનો પ્લાન કર્યો હતો, પરંતુ લૉજિસ્ટિક્સ અને આટલા બધા લોકોના કારણે બધી વ્યવસ્થામાં ખુબ પરેશાનીઓ આવી, આ કારણે જ અમે લગ્નનો કાર્યક્રામ કરજતમાં જ કરવાનો ફેંસલો કર્યો છે.
2020 માં થઇ હતી સગાઇ -
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર અને મિતાલી પારુલકરે વર્ષ 2020 માં સગાઇ કરી હતી, આ પછીથી ક્રિકેટ ફેન્સ તેને બહુ જલદી લગ્નમાં જોડામાં જોવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે, શાર્દૂલની પત્ની મિતાલી પારુલકર એક બિઝનેસ વૂમન છે.
ઉલ્લેખનીય છે કે શાર્દૂલ ઉપરાંત ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે, રાહુલના લગ્ન તેની ગર્લફ્રેન્ડ અને બૉલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે થવાના છે. બન્નેના લગ્ન 21-23 જાન્યુઆરીની વચ્ચે થઇ શકે છે.
શાર્દુલ મુંબઈના પાલઘરમાં રહે છે. તેમે 2017માં ટીમ ઈન્ડિયા માટે લિમિટેડ ઓવરની ક્રિકેટ અને 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. તે મુંબઈની રણજી ચેમ્પિયન ટીમનો પણ હિસ્સો રહ્યો છે. આઈપીએલમાં તેણે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયો હતો અને 2018 તથા 2021માં આઈપીએલ ખિતાબ જીતનારી મહેન્દ્ર સિંહ ધોનીની ટીમનો હિસ્સો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
