CSK vs PBKS: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું
CSK vs PBKS Score Live IPL 2025: અહીં તમને ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

Background
CSK vs PBKS Score Live IPL 2025: આજે IPL 2025માં બે કિંગ્સ એકબીજા સામે ટકરાશે. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે મુકાબલો થશે. આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ એટલે કે ચેપોક ખાતે રમાશે. જ્યાં પંજાબ કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે છે. જ્યારે ચેન્નાઈ 10મા સ્થાને છે.
પ્લેઓફ તરફ મજબૂત પગલું ભરવા માટે, પંજાબ કિંગ્સ કોઈપણ કિંમતે આજે જીતીને ટોપ-4માં પાછા ફરવા માંગશે. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે કોઈપણ કિંમતે જીતવા માંગશે. આ સિઝનમાં અત્યાર સુધી ચેન્નાઈની ટીમ 9 માંથી ફક્ત 2 મેચ જીતી શકી છે. જ્યારે પંજાબે 9 માંથી 5 મેચ જીતી છે.
સીધી લડાઈમાં કોણ આગળ છે?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. ધોનીની ચેન્નાઈએ IPLમાં 16 વખત પંજાબ કિંગ્સને હરાવ્યું છે, જ્યારે પંજાબે પણ 15 વખત ચેન્નાઈને હરાવ્યું છે. બીજી તરફ, જો આપણે છેલ્લી સાત મેચની વાત કરીએ તો, પંજાબ કિંગ્સ 6 વખત જીતી છે. આ સિઝનમાં પણ પંજાબની ટીમે ચેન્નાઈને હરાવ્યું છે.
એમ ચિદમ્બરમ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
એમ ચિદમ્બરમની પિચ સ્પિનરો માટે યોગ્ય છે. અહીં પ્રથમ ઇનિંગ પછી 180 થી વધુના સ્કોરને વિજયી સ્કોર ગણવામાં આવે છે. ચેન્નાઈની ટીમ પાસે રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને નૂર અહેમદના રૂપમાં શ્રેષ્ઠ સ્પિનરોની ત્રિપુટી છે. જ્યારે પંજાબ પાસે યુઝવેન્દ્ર ચહલ છે. ટોસ જીતનારી ટીમ અહીં લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરી શકે છે કારણ કે થોડા દિવસ પહેલા ચેપોક ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ ચેન્નાઈને હરાવ્યું હતું.
મેચ પ્રિડિક્શન
આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી શકે છે. અમારા મેચ પ્રિડિક્શન મીટર બતાવે છે કે ચેન્નઈનો હાથ ઉપર છે કારણ કે તેમને ઘરઆંગણે ફાયદો થશે. ચેન્નાઈ પાસે આ મેચ જીતવાની વધુ શક્યતાઓ છે.
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું
CSK vs PBKS Full Highlights: IPL 2025 ની 49મી મેચમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું. પંજાબની જીતના હીરો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કેપ્ટન શ્રેયસ ઐયર હતા. ચહલે બોલિંગમાં હેટ્રિક લઈને કમાલ કરી અને પછી ઐયરે બેટથી ચેન્નાઈના બોલરોને બરાબર ફટકાર્યા. આ હાર સાથે, ચેન્નાઈ IPL 2025 માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
ચેપોક ખાતે પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે સેમ કરનના 88 રનની મદદથી 190 રન બનાવ્યા. જવાબમાં, પંજાબ કિંગ્સે છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો. પંજાબ તરફથી કેપ્ટન શ્રેયસ ઐયરે 41 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી. તે જ સમયે, ઓપનર પ્રભસિમરન સિંહે પણ અડધી સદી ફટકારી.
પંજાબને છેલ્લી ઓવરમાં જીતવા માટે 2 રનની જરૂર
પંજાબ કિંગ્સે 19 ઓવર પછી 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા છે. પંજાબને મેચ જીતવા માટે ફક્ત બે રનની જરૂર છે.




















