DC vs MI Score: મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માના 65 રન
IPL 2023 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. મુંબઈએ બે મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે દિલ્હીએ ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે.
LIVE
Background
Delhi Capitals vs Mumbai Indians Live Score Update: IPL 2023ની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ સિઝનમાં અત્યાર સુધી દિલ્હી અને મુંબઈની સ્થિતિ ખરાબ રહી છે. મુંબઈએ બે મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે દિલ્હીએ ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીએ આ સિઝનમાં હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે મેચ રમી હતી. જેમાં તેને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો મુંબઈ ફેરફાર સાથે મેદાનમાં ઉતરી શકે છે.
દિલ્હીએ આ સિઝનમાં પ્રથમ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી. આ મેચમાં તેને 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેણે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે મેચ રમી હતી. આમાં પણ તેને 6 વિકેટથી કારમી હાર મળી હતી. ત્રીજી મેચમાં દિલ્હીને રાજસ્થાન રોયલ્સે 57 રને પરાજય આપ્યો હતો. હવે તે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ આ મેચ પણ દિલ્હી માટે આસાન નહીં હોય. દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે હાલમાં પાંચમા સ્થાને છે. વોર્નરે 3 મેચમાં 158 રન બનાવ્યા છે.
રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સતત ખરાબ પ્રદર્શનમાંથી પસાર થઈ રહી છે. ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે. આમ છતાં તેને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં મુંબઈને બેંગ્લોર સામે 8 વિકેટે હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો 7 વિકેટે પરાજય થયો હતો. મુંબઈ હવે આ સિઝનની પ્રથમ જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવી પ્રથમ જીત નોંધાવી
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવી પ્રથમ જીત નોંધાવી. આ સાથે જ દિલ્હીને સતત ચોથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 172 રન બનાવ્યા હતા. મુંબઈએ છેલ્લા બોલે ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મુંબઈ તરફથી રોહિત શર્માએ 65 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમને બીજો ઝટકો
મુંબઈ ઈન્ડિયન્સની ટીમને બીજો ઝટકો લાગ્યો છે. તિલક વર્મા 41 રન બનાવી આઉટ થયો છે. રોહિત શર્મા હાલ મેદાન પર રમતમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 રનને પાર
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. રોહિત શર્માએ ખૂબ જ શાનદાર બેટિંગ કરતા 30 બોલમાં 51 રન બનાવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ પડી
મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ 71 રનના સ્કોર પર પડી હતી. ઈશાન કિશન 26 બોલમાં 31 રન બનાવીને રનઆઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત સાથે તિલક વર્મા ક્રિઝ પર છે.
મુંબઈને જીતવા 173 રનનો ટાર્ગેટ
દિલ્હી કેપિટલ્સની ટીમ 19.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ છે. દિલ્હીએ 172 રન બનાવ્યા છે. મુંબઈની ટીમને જીત માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો છે. ડેવિડ વોર્નરે શાનદાર ઈનિંગ રમતા 51 રન બનાવ્યા હતા. આ સિવાય અક્ષર પટેલે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. મુંબઈ તરફથી પિયૂષ ચાવલા અને જેસન બેહરનડ્રોફે 3-3 વિકેટ ઝડપી હતી.