LSG vs DC: દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું, ફ્રેઝરે ડેબ્યૂ મેચમાં મચાવી ધમાલ
LSG vs DC: દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
LSG vs DC: દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દિલ્હી તરફથી કેપ્ટન ઋષભ પંત અને ફ્રેઝરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી હતી. ફ્રેઝરે 35 બોલમાં 55 રન બનાવ્યા હતા. તેણે 5 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. પંતે 41 રનની ઇનિંગ રમી હતી. તેણે 24 બોલમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પૃથ્વી શોએ 22 બોલમાં 32 રન બનાવ્યા હતા. સ્ટબ્સે અણનમ 15 રન બનાવ્યા હતા. શાઈ હોપે અણનમ 11 રન બનાવ્યા હતા. આ દરમિયાન લખનૌ તરફથી રવિ બિશ્નોઈએ 2 વિકેટ લીધી હતી. નવીન અને યશે એક-એક વિકેટ લીધી હતી.
Victory in Lucknow for the @DelhiCapitals 🙌
— IndianPremierLeague (@IPL) April 12, 2024
A successful chase power them to their second win of the season as they win by 6⃣ wickets!
Scorecard ▶️ https://t.co/0W0hHHG2sq#TATAIPL | #LSGvDC pic.twitter.com/6R7an9Cy8g
પ્રથમ 10 ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 2 વિકેટે 75 રન હતો
પ્રથમ 10 ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 2 વિકેટે 75 રન હતો, પરંતુ અહીંથી ડીસીના બેટ્સમેનોએ ઝડપી રન બનાવવાનું શરૂ કર્યું હતું. રિષભ પંત અને મેકગર્કે પછીના 24 બોલમાં 61 રન બનાવ્યા અને 4 ઓવરના આ ગાળામાં બંનેએ મળીને 5 ગગનચુંબી છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા. પરંતુ 15મી ઓવરમાં મેકગર્ક અને બીજી જ ઓવરમાં ઋષભ પંતના આઉટ થતાં મેચ રોમાંચક તબક્કામાં પહોચી હતી. પંત અને મેકગર્ક વચ્ચે 77 રનની ભાગીદારી થઈ હતી. દિલ્હીને 3 ઓવરમાં માત્ર 10 રનની જરૂર હતી. હોપ અને ટ્રિસ્ટન સ્ટબ્સે ઉતાવળ ન કરી અને 11 બોલ બાકી રહેતાં 6 વિકેટે દિલ્હીનો વિજય સુનિશ્ચિત કર્યો. દિલ્હી કેપિટલ્સ તરફથી બોલિંગ કરતી વખતે કુલદીપ યાદવે એલએસજીની બેટિંગ લાઇન અપની કમર તોડી નાખી હતી. નિકોલસ પૂરનની વિકેટ તેની બોલિંગ મેચની સૌથી યાદગાર ક્ષણ હતી. તેણે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
લખનઉએ દિલ્હીને આપ્યો 168 રનનો ટાર્ગેટ
લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ આયુષ બદોનીએ ઇનિંગની કમાન સંભાળી હતી. તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. બદોનીએ 35 બોલનો સામનો કરીને 55 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. અરશદ ખાન 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે 22 બોલમાં 39 રન બનાવ્યા હતા. ડી કોકે 19 રનની ઇનિંગ રમી હતી. સ્ટોઇનિસ 8 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન
પૃથ્વી શો, ડેવિડ વોર્નર, શાઈ હોપ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, જેએફ-મેકગર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનીસ, દેવદત્ત પડિક્કલ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, અરશદ ખાન