DC vs RR: દિલ્હીએ રાજસ્થાનને 222 રનનો ટાર્ગેટ આપ્યો,ફ્રેઝર-પોરેલની વિસ્ફોટક ઈનિંગ
DC vs RR: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે પોરેલ અને ફ્રેઝરે અડધી સદી ફટકારી હતી. ફ્રેઝર 20 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. પોરેલે 36 બોલમાં 65 રન બનાવ્યા હતા.
DC vs RR: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે પોરેલ અને ફ્રેઝરે અડધી સદી ફટકારી હતી. ફ્રેઝર 20 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. પોરેલે 36 બોલમાં 65 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 15 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંત 15 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટબ્સે 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ રીતે દિલ્હીએ 8 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. બોલ્ટ, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 7, 2024
Dominant batting display from the hosts help set a target of 2️⃣2️⃣2️⃣🎯
Which side are you with at this stage? 🤔#RR chase coming up ⏳
Scorecard ▶️ https://t.co/nQ6EWQGoYN#TATAIPL | #DCvRR pic.twitter.com/lAFfAtoHLw
દિલ્હીએ રાજસ્થાનને 222 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હીની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. જેક ફ્રેઝર મેકગર્કે 20 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 50 રન અને અભિષેક પોરેલે 36 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. આ સિવાય શાઈ હોપ એક રન બનાવીને, અક્ષર પટેલ 15 રન બનાવીને અને કેપ્ટન રિષભ પંત 15 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની પ્રથમ IPL મેચ રમી રહેલા ગુલબદ્દીન નાયબે 19 રન બનાવ્યા હતા. તે જ સમયે, ટ્રિસ્ટન સ્ટબ્સે 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 41 રનની ઇનિંગ રમી હતી. રસિક દાર સલામે ત્રણ બોલમાં નવ રન અને કુલદીપ યાદવે બે બોલમાં અણનમ પાંચ રન બનાવ્યા હતા. રસિક ઇનિંગના છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી અશ્વિને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને ચહલને એક-એક વિકેટ મળી હતી.
રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. રાજસ્થાને પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા હતા. ધ્રુવ જુરેલ અને શિમરોન હેડમાયર બહાર થયા હતા.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન
જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ગુલબદિન નાયબ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયન પરાગ, ડોનોવન ફરેરા, રોવમેન પોવેલ, શુભમ દુબે, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.