(Source: ECI/ABP News/ABP Majha)
DC vs GT: 44 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ આવ્યું પંત-પટેલનું વાવાઝોડું, GTને આપ્યો 225 રનનો ટાર્ગેટ, છેલ્લા 18 બોલમાં બન્યા 67 રન
DC vs GT Inning Report: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ માટે 225 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 224 રન બનાવ્યા હતા.
DC vs GT Inning Report: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ માટે 225 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 224 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન ઋષભ પંતે 43 બોલમાં સૌથી વધુ 88 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. જ્યારે અક્ષર પટેલે 43 બોલમાં 66 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય છેલ્લી ઓવરોમાં ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર બેટિંગ કરી અને 7 બોલમાં 26 રન બનાવ્યા.
Innings Break!#DC put up a huge total of 224/4 on the board, courtesy of half-centuries from Axar Patel & Rishabh Pant 🔥
Can #GT chase it & settle their scores with the home side? 🤔
Scorecard ▶️ https://t.co/48M4ajbLuk#TATAIPL | #DCvGT pic.twitter.com/NmDn0dgmtZ — IndianPremierLeague (@IPL) April 24, 2024
ઋષભ પંત અને અક્ષર પટેલે ઇનિંગની કમાન સંભાળી હતી
રિષભ પંત અને અક્ષર પટેલ વચ્ચે 113 રનની ભાગીદારી નોંધાઈ હતી. જો કે આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર જેક ફ્રેઝર-મેકગર્ક 14 બોલમાં 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પૃથ્વી શો 7 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. શાઈ હોપે 6 બોલમાં 5 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સે 5.4 ઓવર પછી 44 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ઋષભ પંત અને અક્ષર પટેલે ઈનિંગને સંભાળી અને મોટો સ્કોર બનાવ્યો.
𝙋𝘼𝙉𝙏𝙖𝙨𝙩𝙞𝙘!
— IndianPremierLeague (@IPL) April 24, 2024
FIFTY 🆙 for the @DelhiCapitals skipper, who aims to finish on a high with such serious shots 😎
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvGT | @RishabhPant17 pic.twitter.com/Vc8ZXRBngj
આવી હાલત રહી ગુજરાત ટાઇટન્સના બોલરોની
જ્યારે ગુજરાત ટાઇટન્સના બોલરોની વાત કરીએ તો સંદીપ વોરિયર સૌથી સફળ બોલર હતો. સંદીપ વારિયરે દિલ્હી કેપિટલ્સના 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય નૂર અહેમદને 1 સફળતા મળી. તમને જણાવી દઈએ કે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સના 8 મેચમાં 8 પોઈન્ટ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ 8 મેચમાં 6 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. તેથી, આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમો આ મેચ જીતીને પોતાની પ્લેઓફની આશા જીવંત રાખવા માંગશે.