Dhoni: અફઘાનિસ્તાનના બેટ્સમેનને ધોનીએ આપી આ ખાસ ગિફ્ટ, ટ્વિટર પર ફોટો પોસ્ટ કરી માન્યો આભાર
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબ ચર્ચા થઇ હતી
Rahmanullah Gurbaz Thanks MS Dhoni For CSK Jersey: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબ ચર્ચા થઇ હતી. આ પાછળનું કારણ એ હતું કે ઘણા ક્રિકેટ ફેન્સનું માનવું હતું કે આ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે. આ કારણે ઘણા ખેલાડીઓ મેચ બાદ ધોની સાથે સેલ્ફી લેતા કે જર્સી પર તેનો ઓટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા. હવે આ દરમિયાન અફઘાનિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝને પણ ધોની તરફથી ખાસ ભેટ મળી છે.
અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી આઈપીએલની આ સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ટ્વિટર પર પોસ્ટ કરેલી તસવીરમાં જોઇ શકાય છે કે ગુરબાઝે ચેન્નઈ સુપર કિંગ્સની સાત નંબરની જર્સી પકડી રાખી છે, જેમાં ધોનીનો ઓટોગ્રાફ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
Thanks @msdhoni sir for sending the gift all the way from india ❤️ pic.twitter.com/EaWtwz7CnY
— Rahmanullah Gurbaz (@RGurbaz_21) June 20, 2023
ગુરબાઝે ચેન્નઈ ટીમની જર્સી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે ભારત તરફથી આ અદભૂત ભેટ મોકલવા બદલ માહી સરનો આભાર.
ગુરબાઝે બે અડધી ફટકારી હતી
રહેમાનુલ્લા ગુરબાઝને કોલકાતા નાઈટ રાઈડર્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી પંજાબ કિંગ્સ સામે IPLમાં ડેબ્યૂ કરનાર ગુરબાઝે 11 ઇનિંગ્સમાં 133.52ના સ્ટ્રાઇક રેટથી કુલ 227 રન બનાવ્યા હતા. દરમિયાન ગુરબાઝે બે અડધી સદી ફટકારી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સીઝન કંઈ ખાસ રહી નથી. ટીમ 14 લીગ મેચોમાંથી માત્ર 6 જ જીતી શકી અને પોઈન્ટ ટેબલ પર 7મા સ્થાને રહી હતી.
કેપ્ટન કમિન્સે ઓસ્ટ્રેલિયાને અપાવી ઐતિહાસિક જીત
ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ 2 વિકેટે જીત મેળવી છે. ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અણનમ 44 રન ફટકાર્યા હતા અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ટીમ માટે 65 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ઈગ્લેન્ડ તરફથી બ્રોડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. વરસાદના કારણે છેલ્લા દિવસની રમત બીજા સેશનથી શરૂ થઈ હતી.