Sri lanka vs Afghanistan DRS Controversy: એશિયા કપની પ્રથમ મેચમાં વિવાદ, અમ્પાયરના નિર્ણય પર ભડક્યા ફેન્સ
એશિયા કપની આ પહેલી જ મેચમાં મોટો વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ અમ્પાયરિંગને લઈને થયો હતો
Sri lanka vs Afghanistan DRS Controversy: એશિયા કપ 2022 સીઝન શનિવાર (27 ઓગસ્ટ) થી શરૂ થઈ છે. ગ્રુપ બીમાં પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી, જે ખૂબ જ વિવાદાસ્પદ પણ રહી હતી. આ મેચમાં અફઘાનિસ્તાને 8 વિકેટે જીત મેળવી હતી.
— Out Of Context Cricket (@OutofConCricket) August 27, 2022
એશિયા કપની આ પહેલી જ મેચમાં મોટો વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ અમ્પાયરિંગને લઈને થયો હતો, જેના પર ફેન્સે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આવા નબળા અમ્પાયરિંગ પર ચાહકોએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી.
Guess what.. 3rd umpire is from India🙄 pic.twitter.com/k4YMl25RQL
— ᒶᐡ𝐝♏İし𝑎 💫 (@ludmidench) August 27, 2022
વાસ્તવમાં મેચમાં ટોસ હાર્યા બાદ શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ગઈ હતી. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે પ્રથમ ઓવરના છેલ્લા બે બોલમાં જ કુસલ મેન્ડિસ અને અસલંકાની વિકેટ ગુમાવી દીધી હતી. ઈનિંગની ત્રીજી ઓવર ફાસ્ટ બોલર નવીલ ઉલ હક લાવી હતી. તેની ઓવરની છેલ્લી પથુમ નિસાંકા પણ ગુરબાઝના હાથે કેચ થયો હતો. પરંતુ અહીં ફિલ્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.
તેના પર અફઘાનિસ્તાનની ટીમે ડીઆરએસ લીધું હતું. અહીં થર્ડ અમ્પાયરે રિપ્લેમાં જોયા બાદ ખેલાડીને આઉટ જાહેર કર્યો હતો. આ નિર્ણય સાંભળીને શ્રીલંકાના ખેલાડીઓ અને પ્રશંસકો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા. ટીવી અમ્પાયરે જણાવ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે જ્યારે બોલ બેટ પાસેથી પસાર થયો હતો ત્યારે થોડી હિલચાલ જોવા મળી હતી. પરંતુ કશું જ નક્કર દેખાતું ન હતું.
ઉલ્લેખનીય છે કે મેચમાં આ ત્રીજી વિકેટ બાદ શ્રીલંકાની ટીમે સારી ભાગીદારી કરી અને 49 રનમાં ચોથી વિકેટ ગુમાવી દીધી. પરંતુ અહીંથી ટીમ જરાય રિકવર કરી શકી ન હતી અને 105 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભાનુકા રાજપક્ષે 38 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 10.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. વિકેટકીપર રહેમાનુલ્લાહે સૌથી વધુ 40 રનની ઇનિંગ રમી હતી. ત્રણ વિકેટ લેનાર ફઝલહક ફારૂકીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.