શોધખોળ કરો

ENG Vs NZ : પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને નવ વિકેટે હરાવ્યું, 2019ની ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો

વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં જુઓ

LIVE

Key Events
ENG Vs NZ : પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને નવ વિકેટે હરાવ્યું, 2019ની ફાઇનલમાં  મળેલી હારનો બદલો લીધો

Background

ENG Vs NZ Live Score: વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ગુરુવારે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ રોમાંચક બની છે. આ બંને ટીમો છેલ્લે 2019ની ફાઇનલમાં ટકરાયા હતા. ઇંગ્લેન્ડે ફાઇનલમાં જીત મેળવીને ટાઇટલ જીત્યું હતું. હવે ન્યુઝીલેન્ડની નજર બદલો પૂર્ણ કરવા પર રહેશે. ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસન આ મેચમાં નહીં રમે. આ તેના માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.

ઇંગ્લેન્ડ પાસે સારી બેટિંગ લાઇન અપ છે અને મજબૂત બોલિંગ આક્રમણ પણ છે. તેનું પેસ બોલિંગ આક્રમણ ખૂબ જ મજબૂત છે અને ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વિકેટકીપર અને કેપ્ટન જોસ બટલર શ્રેષ્ઠ સંયોજન સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે. ટીમ પ્લેઈંગ ઈલેવનમાં જોન બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ અને લિયામ લિવિંગસ્ટોનનો સમાવેશ કરી શકે છે. બેન સ્ટોક્સ એક અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેણે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્ટોક્સની સાથે હેરી બ્રુક પણ એક વિકલ્પ છે. તેથી પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન મળે છે તે જોવું રહ્યું. માર્ક વુડ અને આદિલ રાશિદ પણ પ્રથમ મેચમાં રમી શકે છે.

ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ ખેલાડી વિલિયમસન આ મેચમાં નહીં રમે. તેની ગેરહાજરીમાં ટોમ લાથમ મહત્વની જવાબદારી નિભાવવા તૈયાર છે. ટીમમાં ડેવોન કોનવે, વિલ યંગ અને મિશેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. રચિન રવિન્દ્રને પણ તક મળી શકે છે. રવિન્દ્રએ તેના તાજેતરના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. ટીમનું બોલિંગ આક્રમણ પણ મજબૂત છે. ટ્રેન્ટ બોલ્ડ અને લોકી ફર્ગ્યુસન જેવા બોલરો ઈંગ્લેન્ડને સ્પર્ધા આપવા માટે ઉપલબ્ધ છે. ઈશ સોઢી અને મેટ હેનરીને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

20:48 PM (IST)  •  05 Oct 2023

ENG Vs NZ Live Score: ન્યુઝીલેન્ડની શાનદાર જીત

ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે 283 રનનો ટાર્ગેટ 36.2 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ન્યુઝીલેન્ડ માટે કોન્વેએ 121 બોલમાં 152 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોન્વેવેપણ રચિન સાથે સારી રીતે મળી ગયો. રચિને 96 બોલમાં 123 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 271 રનની અણનમ ભાગીદારી થઈ હતી. વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડ માટે આ હાર ખૂબ જ પીડાદાયક છે. ન્યૂઝીલેન્ડે 2019ની ફાઇનલમાં મળેલી હારનો બદલો પ્રથમ મેચમાં જ  લઈ લીધો છે.

20:45 PM (IST)  •  05 Oct 2023

રચિન રવિન્દ્રએ સદીનો આંકડો પાર કર્યો

ડ્વેન કોનવે પછી રચિન રવિન્દ્ર સદીના આંકને સ્પર્શી ગયો છે. રચિન રવિન્દ્રએ 82 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રચિન રવિન્દ્રની આ પ્રથમ વર્લ્ડ કપ મેચ છે. રચિન રવિન્દ્ર 82 બોલમાં 100 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધી રચિન રવિન્દ્રએ 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે.

17:53 PM (IST)  •  05 Oct 2023

ENG Vs NZ Live Score: ઈંગ્લેન્ડે 50 ઓવરની ઇનિંગમાં 283 રન બનાવ્યા

ઈંગ્લેન્ડે 283 રન બનાવ્યા છે. જોકે, ઈંગ્લેન્ડે પણ 50 ઓવરની રમતમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડની વિકેટ સતત પડતી રહી. જો રૂટે સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. બટલરે 43 રનનું યોગદાન આપ્યું હતું. હેનરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. સેન્ટનર અને ફ્લિપને 2-2 વિકેટ મળી હતી.

17:22 PM (IST)  •  05 Oct 2023

ENG Vs NZ Live Score: ઇંગ્લેન્ડની નવમી વિકેટ પડી

ઇંગ્લેન્ડના નવ ખેલાડી આઉટ થઇ ચૂક્યાં છે.45.3 ઓવરમાં ઇંગ્લેન્ડનો સ્કોર 253 રન છે. વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડ 50 ઓવર રમી શકે તેવી શક્યતા નથી દેખાતી

17:09 PM (IST)  •  05 Oct 2023

ENG Vs NZ Live Score: ઈંગ્લેન્ડની સાતમી વિકેટ પડી

જો રૂટ આઉટ થઇ ગયો છે. જેથી  ઈંગ્લેન્ડની 7મી વિકેટ પડી. ઈંગ્લેન્ડ મુશ્કેલીમાં વઘારો થયો છે. ઈંગ્લેન્ડે 42.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,  બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?
Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?
Patan:  હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ankleshwar Bus Accident : અંકલેશ્વર ઓવરબ્રિજ પાસે 2 બસ વચ્ચે અકસ્માત, બસ પલટી જતા મુસાફરો ફસાયાNavsari News : નવસારીની શાંતિ ડહોળવાનો પ્રયાસ, હિન્દુ પરિવાર પર અત્યાચાર થતી હોવાની ફેલાવી અફવાJunagadh Accident : સોમનાથ હાઈવે પર 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત, 7 લોકોના મોતથી અરેરાટીHun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,  બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?
Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?
Patan:  હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
હવામાં હતું પ્લેન, મુસાફરે હાઇજેક કરવાનો કર્યો પ્રયાસ, કહ્યું- 'વિમાનને અમેરિકા તરફ લઇ જાવ'
હવામાં હતું પ્લેન, મુસાફરે હાઇજેક કરવાનો કર્યો પ્રયાસ, કહ્યું- 'વિમાનને અમેરિકા તરફ લઇ જાવ'
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
Embed widget