Joe Rootએ કરી આવી મજાકીય ટ્વીટ, તો લોકો બોલ્યા હવે રિટાયરમેન્ટ નક્કી............
આ બધાની વચ્ચે જૉ રૂટ (Joe Root) એક ટ્વીટ કર્યુ છે, જેને લઇને ફેન્સ પૂર્વ કેપ્ટન જૉ રૂટના રિટાયરમેન્ટ (Retirement) ની અટકળો લગાવવા લાગ્યા છે.
Joe Root Tweet: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જૉ રૂટ (Joe Root) નંબર વન ટેસ્ટ બેટ્સમેન છે. ન્યૂઝીલેન્ડ (NZ) વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં જૉ રૂટે (Joe Root) 2 મેચોમાં સળંગ બે શતકીય ઇનિંગ રમી, જે પછી તે આઇસીસી રેન્કિંગમાં (ICC Ranking) માં ટૉપ પર પહોંચી ગયો. આ પહેલા ઓસ્ટ્રેલિયને બેટ્સમેન માર્નસ લાબુશાને ટેસ્ટ ક્રિકેટમાં નબર -1 બેટ્સમેન હતો, આ બધાની વચ્ચે જૉ રૂટ (Joe Root) એક ટ્વીટ કર્યુ છે, જેને લઇને ફેન્સ પૂર્વ કેપ્ટન જૉ રૂટના રિટાયરમેન્ટ (Retirement) ની અટકળો લગાવવા લાગ્યા છે.
હું ક્રિકેટને પંસદ નથી કરતો -
ખરેખરમાં, જૉ રૂટ (Joe Root)એ ટ્વીટર પર એક પૉસ્ટ કરી છે, આ પૉસ્ટમાં તે દિવાલના સહારે બેટ લઇને ઉભો રહેલો દેખાઇ રહ્યો છે, આ તસવીરમાં દિવાલ પર લખ્યુ છે, હું ક્રિકેટને પસંદ નથી કરતો, હું આને પ્રેમ કરુ છે. (I don't like cricket, I love it). જૉ રૂટ (Joe Root)ના આ ટ્વીટ બાદ ક્રિકેટ ફેન્સની વચ્ચે આ ખેલાડીના રિટાયરમેન્ટની અટકળો શરૂ થઇ ગઇ છે. જોકે, જૉ રૂટ (Joe Root)એ આ પૉસ્ટ (Post) માત્ર મજાકમાં કરી હતી.
🎶 🎶 pic.twitter.com/EUKLFwu7iX
— Joe Root (@root66) June 22, 2022
ICC Test Rankings: જૉ રૂટને મળ્યો શાનદાર પ્રદર્શનનો ફાયદો, ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બન્યો
ICC Test Rankings: ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ બાદ આઇસીસીએ તાજા રેન્કિંગ જાહેર કરી દીધુ છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જૉ રૂટ (Joe Root)ને પોતાની શાનદાર પરફોર્મન્સનો ફાયદો મળ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન લાબુશાનેને પછાડીને જૉ રૂટ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે.
જૉ રૂટે બીજી ટેસ્ટમાં 176 રનોની ઇનિંગ રમી હતી, અને હવે આઇસીસી રેન્કિંગમાં તેના 897 પૉઇન્ટ થઇ ગયા છે. જોકે, જૉ રૂટ પહેલા આઇસીસી રેન્કિંગમાં 917 પૉઇન્ટ પણ હાંસલ કરી ચૂક્યો છે. લાબુશાનેને એક સ્થાનનુ નુકસાન થયુ છે, અને તે 892 પૉઇન્ટની સાથે હવે બીજા નંબર પર ખસકી ગયો છે.
સ્ટીવ સ્મિથ 845 પૉઇન્ટની સાથે ત્રીજા નંબર પર છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમનો પણ જલવો કાયમ છે, અને તે 815 પૉઇન્ટની સાથે ચોથા નંબર પર છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 798 પૉઇન્ટની સાથે પાંચમા નંબર પર છે.