શોધખોળ કરો

ENG vs SL: ઈંગ્લેન્ડે શ્રીલંકાને હરાવી સેમીફાઈનલમાં બનાવી જગ્યા, સિડનીમાં 4 વિકેટથી જીત મેળવી

શનિવારે સિડનીમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે.

England vs Sri Lanka T20 World Cup 2022: શનિવારે સિડનીમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની જીત સાથે ઓસ્ટ્રેલિયાનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. સિડનીમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

ઈંગ્લેન્ડની શરૂઆત મજબૂત રહી હતી. શ્રીલંકાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ માટે જોસ બટલર અને એલેક્સ હેલ્સ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બટલરે 23 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હેલ્સે 30 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

હેરી બ્રૂક્સ અને લિયામ વિલિંગ્સ્ટોન પણ ખાસ કંઈ કરી શક્યા ન હતા. આ બંને ખેલાડીઓ 4-4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. મોઈન અલી માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સેમ કુરન પણ 11 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો.

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. આ દરમિયાન પથુમ નિસાંકાએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે 45 બોલમાં 67 રન બનાવ્યા હતા. નિસાંકાની ઇનિંગમાં 5 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે. પરંતુ તે પછી કોઈપણ ખેલાડી કંઈ ખાસ કરી શક્યો ન હતો. કુસલ મેન્ડિસ 14 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. ભાનુકા રાજપક્ષે 22 બોલમાં 22 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ધનંજય ડી સિલ્વા 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન શનાકા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે 3 વિકેટ લીધી હતી. તેણે 3 ઓવરમાં 26 રન આપ્યા. બેન સ્ટોક્સે 3 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી. ક્રિસ વોક્સે 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. સેમ કુરેને 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી. આદિલ રાશિદે પણ એક વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપ્યા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
Embed widget