(Source: ECI/ABP News/ABP Majha)
T20 WC Final 2022: ફાઇનલમાં પાકિસ્તાનને ખતરો, ઇંગ્લિશ ટીમમાં સામેલ થયો આ ખતરનાક ક્રિકેટર, જાણો
માર્ક વૂડે આ ટી20 વર્લ્ડકપ 2022માં 154.74 કિમી પ્રતિ કિલોમીટરની ઝડપથી સૌથી ફાસ્ટ બૉલ પણ ફેંક્યો છે.
T20 World Cup Final 2022: ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)ની ફાઇનલ પહેલા જ પાકિસ્તાની માટે ખરાબ અને ઇંગ્લેન્ડ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે બપોરે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચ શરૂ થાય તે પહેલા જ ઇંગ્લેન્ડની ટીમમાં ખતરનાક બૉલર માર્ક વૂડની વાપસી થઇ ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ઇજાગ્રસ્ત હતો, જેના કારણે ભારત સામે સેમિ ફાઇનલ મેચ ન હતો રમી શક્યો, પરંતુ હવે ફાઇનલ માટે ઉપલબ્ધ છે.
પાકિસ્તાની માટે વધ્યો ખતરો -
ઇંગ્લેન્ડની ટીમમાં ફાસ્ટ બૉલર માર્ક વૂડની વાપસી થતાં જ હવે ફાઇનલ મેચ રોમાંચક બની શકે છે, એકબાજુ પાકિસ્તાની ટીમમાં ખતરાની ઘંટડી વાગી છે. તો બીજીબાજુ ઇંગ્લિશ ટીમમાં રાહત મળી છે. ખાસ વાત છે કે માર્ક વૂડ પોતાની ઇજાના કારણે સેમિ ફાઇનલમાં ભારત સામેની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન હતો થયો.
જોકે, હજુ સુધી આ વાતને લઇને અધિકારીક પુષ્ટી નથી થઇ શકી કે માર્ક વૂડ ફાઇનલમાં રમશે કે નહીં, પરંતુ ફિટ હશે તો જરૂર રમતો દેખાશે. જો રમશે તો પાકિસ્તાનના મીડલ ઓર્ડરને તે પોતાની ફાસ્ટ બૉલિંગથી તહસ નહસ કરી નાંખશે. ખાસ વાત છે કે, માર્ક વૂડ માત્ર ઇંગ્લેન્ડમ માટે જ નહીં પરંતુ ટી20 ફોર્મેટનો સૌથી સારા ફાસ્ટ બૉલરમાં સામેલ છે.
માર્ક વૂડે આ ટી20 વર્લ્ડકપ 2022માં 154.74 કિમી પ્રતિ કિલોમીટરની ઝડપથી સૌથી ફાસ્ટ બૉલ પણ ફેંક્યો છે. વુડે આ ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ માટે કુલ 4 મેચો રમી છે, જેમાં તેને 9 વિકેટો ઝડપી છે.
Mark Wood steaming in during training today 👀#T20WorldCupFinal pic.twitter.com/nhQWV9nour
— England's Barmy Army (@TheBarmyArmy) November 12, 2022
વળી, પાકિસ્તાનની વાત કરીએ તો કોઇપણ બૉલરમાં આટલી સ્પીડમાં બૉલિંગ કરવી શક્ય નથી. પાકિસ્તાન પાસે હેરિસ રાઉફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ અને વસીમ જૂનિયર જેવા ફાસ્ટ બૉલરો છે, પરંતુ તે તમામ ચારેય બૉલરો 145+ ની આસપાસ બૉલિંગ કરી રહ્યાં છે, તેનાથી વધુ નથી કરી શક્યા.
T20માં ઇગ્લેન્ડનો રેકોર્ડ છે શાનદાર
T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તે તેની પ્રથમ બે મેચ હારી ગઇ હતી. ઝિમ્બાબ્વે સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ પાકિસ્તાનની ટીમે જે રીતે પહેલા સેમીફાઈનલ અને હવે ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે તેના કારણે ટીમના પ્રયાસોના વખાણ થઈ રહ્યા છે.