(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG 5th Test: બર્મિંઘમમાં બ્લૂ કેપ પહેરીને મેદાન પર ઉતર્યા ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડી, જાણો કારણ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 8 વિકેટના નુકસાન પર 254 રન બનાવી લીધા છે. આ પહેલાં ભારતે પહેલી ઈનિંગમાં ઓલ આઉટ થવા સુધીમાં 416 રન બનાવ્યા હતા
England vs India Birmingham Bob Willis Fund: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 8 વિકેટના નુકસાન પર 254 રન બનાવી લીધા છે. આ પહેલાં ભારતે પહેલી ઈનિંગમાં ઓલ આઉટ થવા સુધીમાં 416 રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડના ખેલાડી બ્લૂ કેપ પહેરેલા જોવા મળ્યા હતા. આ ફોટો ઈંગ્લેન્ડ ક્રિકેટના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. આ સાથે કેટલાક દર્શકો પણ વાદળી કલરની ટોપી પહેરેલા જોવા મળ્ય હતા. મહત્વનું છે કે, બંને ટીમના ખેલાડીઓએ બોબ વિલિસ ફંડ માટે બ્લૂ કેપ પહેરી હતી.
ઉલ્લેખનીય છે કે, 2019માં બોબ વિલિસનું કેન્સરના કારણે નિધન થયું હતું. જેથી લોકોને આ પ્રત્યે જાગૃત કરવા માટે અને ફંડ એકઠું કરવા માટે બોબ વિલિસ ફંડ (Bob Willis Fund) બનાવાયું છે. હવે ખેલાડીઓએ બ્લૂ કેપ પહેરીને લોકોને આ પ્રત્યે જાગૃત કર્યા છે. ઈંગ્લેન્ડ ક્રિકેટે આ વિશે ટ્વીટ કર્યું છે. આ ટ્વીટને 1300થી વધુ લોકોએ લાઈક કર્યું છે. જ્યારે ઘણા લોકોએ આ વિશે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટે ડોનેશન આપવા માટે લિંક પણ ટ્વીટ કરી છે.
#BlueForBob 💙
— England Cricket (@englandcricket) July 2, 2022
Donate HERE: https://t.co/hUSWcWrKqI
🏴 #ENGvIND 🇮🇳 | @bobwillisfund pic.twitter.com/nxZCVLBQlA
મહત્વનું છે કે, ભારતે મેચના બીજા દિવસે પહેલી ઈનિંગમાં ઓલ આઉટ થતાં સુધીમાં 416 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. જ્યારે કેપ્ટન જસપ્રિત બુમરાહે 31 રનની અણનમ ઈનિંગ રમી હતી. 416 રનના સ્કોર સામે હાલ ઈંગ્લેન્ડ બેટિંગ કરી રહ્યું છે અને તેમનો સ્કોર 254 રન પર 8 વિકેટ પડી ગઈ છે.