ENG vs PAK : ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે મેળવી રોમાંચક જીત, એન્ડરસન-રોબિનસન સામે પાકિસ્તાન ઘૂંટણીયે
ENG vs PAK: ઈંગ્લેન્ડ પાકિસ્તાનમાં માત્ર ત્રીજી ટેસ્ટ જીત્યું.
ENG vs PAK : ઈંગ્લેન્ડે પાકિસ્તાન પ્રવાસની વિજય સાથે શરૂઆત કરી છે. રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 74 રનથી હાર આપી હતી. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ઓલિ રોબિન્સને 50 રનમાં 4, જેમ્સ એન્ડરસને 36 રનમાં 4 તથા બેન સ્ટોક્સ ને જેક લીચે 1-1 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડે પ્રથમ દિવસે જ કરી હતી તાબડતોડ બેટિંગ
ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરને બરાબરના ઝુડ્યા હતાં અને પહેલી જ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ઈંગ્લેન્ડે 4 વિકેટે 506 રન ફટકાર્યા હતાં. ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 657 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ઈંગ્લેન્ડ ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ઓપનર ઝેક ક્રાઉલીએ 122, ડક્ટે 107 રન. ઓલિ પોપે 108 રઅને હેરિ બ્રૂકે 153 રનની ઈનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી ઝાહિદ મહબૂબે 4, નસીમ શાહે 3, મોહમ્દમ અલીએ 2 તથા હેરિસ રાઉફે 1 વિકેટ લીધી હતી.
Only the third Test victory for England in Pakistan 👏#WTC23 | #PAKvENG | https://t.co/PRCGXi3dZS pic.twitter.com/0K9EB0oSE4
— ICC (@ICC) December 5, 2022
પાકિસ્તાનના બેટ્સમેનોએ પણ પ્રથમ ઈનિંગમાં બતાવ્યો દમ
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિગમાં 657 રનના વિશાળ સ્કોરનો પીછો કરતાં પાકિસ્તાને પ્રથમ ઈનિંગમાં 579 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના ઓપનર શફિકે 114, ઈમામ ઉલ હકે 121 અને કેપ્ટન બાબર આઝમે 136 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી વિલ જેક્સે 6, જેક લીચે 2 તથા એન્ડરસન અને રોબિનસને 1-1 વિકેટ લીધી હતી.
બંને ટીમોની આવી રહી બીજી ઈનિંગ
ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 7 વિકેટના નુકસાન પર 264 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ઝેક ક્રાઉલીએ 50 રન. જો રૂટે 73 રન, હેરી બ્રૂકે 87 રન બનાવ્યા હતા. નસીમ શાહ, મોહમ્મદ અલી અને ઝાહીદ મહમૂદે 2-2 તથ આઘા સલમાને 1 વિકેટ લીધી હતી. પાકિસ્તાન તેની બીજી ઈનિંગમાં 96.3 ઓવરમાં 268 રન બનાવી ઓલઆઉટ થયું હતું. શકીલે 76 રન, ઈમામ ઉલ હકે 48 રન બનાવ્યા હતા.
“That is one of the greatest Test victories you’ve ever seen!”
— ICC (@ICC) December 5, 2022
England achieve an outstanding win 🎉#WTC23 | #PAKvENG | https://t.co/PRCGXi3dZS pic.twitter.com/EsNAZDoqjd