શોધખોળ કરો

ખેડૂત આંદોલન મુદ્દે સચિન તેંદુલકરને કયા દિગ્ગજ નેતાએ ખખડાવી નાંખ્યો, જાહેરમાં શું આપી ચેતાવણી, જાણો વિગતે

સચિન તેંદુલકરે ખેડૂતોના મુદ્દા પર સિંગર રિહના, પૉર્ન સ્ટાર મિયા ખલિફા અને એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગના નિવેદનોનો જવાબ મીડિયા પર આપ્યો હતો. આમાં સચિને દેશના લોકોને એકજૂથ રહેવાની અપીલ કરી હતી

નવી દિલ્હીઃ ખેડૂતોના મુદ્દાઓ પર દેશી-વિદેશી સેલિબ્રિટીઓના નિવેદનોને લઇને એનસીપી પ્રમુખ શરદ પવારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરને ખખડાવી નાંખ્યો છે. તેમને આ મામલે સચિનને જાહેરમાં ચેતાવણી આપી છે, તેમને કહ્યું દેશની સેલિબ્રિટીઓ જે સ્ટેન્ડ લે છે, તેના પર બહુ જ લોકો ઝડપથી રિએક્ટ કરે છે. એટલા માટે સચિન તેંદુલકરેને કહેવા માગુ છુ કે તેને બીજા ફિલ્ડ વિશે બોલવાના સતર્ક રહેવુ જોઇએ. સચિન તેંદુલકરે ખેડૂતોના મુદ્દા પર સિંગર રિહના, પૉર્ન સ્ટાર મિયા ખલિફા અને એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગના નિવેદનોનો જવાબ મીડિયા પર આપ્યો હતો. આમાં સચિને દેશના લોકોને એકજૂથ રહેવાની અપીલ કરી હતી. આ મામલે દેશમાં જુદી જુદી પ્રતિક્રિયાઓ મળી હતી, કેટલાક સચિનના નિવેદનનુ સમર્થન કરતા હતા તો કેટલાક તેને દેશ વિરોધી ગણી રહ્યાં હતા. સચિનના ટ્વીટ પર જબરદસ્ત બબાલ થઇ હતી. હવે આ મામલે દિગ્ગજ નેતા શરદ પવારે સચિનને જાહેરમાં ચેતાવણી આપતા કહ્યું કે બીજા ફિલ્ડમાં ના બોલવુ જોઇએ.
સચિને કર્યુ હતુ આવુ ટ્વીટ.... સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું, ભારતના સાર્વભૌમત્વ સાથે સમજૂતી ન કરી શકાય. બહારના લોકો દર્શકો હોઇ શકે છે સ્પર્ધકો નહીં. ભારતીયો ભારતને જાણે છે અને તે માટે ફેંસલો લઇ શકે છે. આવો એક રાષ્ટ્રના રૂપમા એકજૂટ રહીએ.
વિદેશ મંત્રાલયે નિવેદનમાં શું કહ્યું.... વિદેશીઓ દ્વારા વિરોધ બાદ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, ભારતની સંસદે ચર્ચા કર્યા પછી કૃષિ ક્ષેત્રને લગતા સુધારાવાદી કાયદા પસાર કર્યા. આ સુધારાએ બજારમાં ખેડૂતોની પહોંચ વધારી અને ખેડૂતોને વધુ રાહત પૂરી પાડી છે. તેમના માટે આર્થિક અને પર્યાવરણીય રીતે ટકાઉ ખેતી માટેનો માર્ગ મોકળો કર્યો હતો. ભારતના કેટલાક ભાગોમાં, ખેડુતોના ખૂબ નાના ભાગમાં આ સુધારાને લગતી કેટલીક સમસ્યાઓ છે. વિરોધીઓની ભાવનાઓને માન આપતા ભારત સરકારે તેમના પ્રતિનિધિઓ સાથે શ્રેણીબદ્ધ વાટાઘાટો શરૂ કરી છે. કેન્દ્રીય પ્રધાનો વાટાઘાટોનો ભાગ રહ્યા છે અને અગિયાર વખત વાટાઘાટો થઈ છે. સરકારે કાયદાઓનું પાલન કરવાની પણ ઓફર કરી છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, સ્વાર્થી જૂથોએ આ વિરોધ પ્રદર્શન અંગે તેમનો એજન્ડા અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. ખેડૂત આંદોલન મુદ્દે સચિન તેંદુલકરને કયા દિગ્ગજ નેતાએ ખખડાવી નાંખ્યો, જાહેરમાં શું આપી ચેતાવણી, જાણો વિગતે પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ કર્યુ ટ્વીટ.... મિયા ખલીફાએ ઈન્સ્ટા સ્ટોરીમાં ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. જેમાં એક પ્રદર્શનકારીના હાથમાં રહેલા ફોટામાં ખેડૂતોને ન મારો તેમ લખ્યું છે. ફોટોના કેપ્શનમાં લખ્યું છે- ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં ઈન્ટરનેટ કટ દેવામાં આવ્યું, આ શું ચાલી રહ્યું છે. આ ઉપરાંત તેણે ટ્વીટર પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. ખેડૂત આંદોલનના સપોર્ટમાં તેણીએ બે ટ્વીટ કર્યા છે, જેમાં લખ્યું – કયા માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જ્યારે બીજા ટ્વીટમાં હું ખેડૂત સાથે છું તેમ લખ્યું છે. બંને ટ્વીટરમાં તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ કર્યુ છે. ગ્રેટા થર્નબર્ગે શું કહ્યું.... પર્યાવરણવાદી ગ્રેટાએ ટ્વીટર પર લખ્યું, અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સાથે એકજૂથતાથી ઉભા છીએ. ગ્રેટા થનબર્ગને 2019માં અમેરિકન મેગેઝિન ટાઈમે પર્સન ઓફ ધ યર એવોર્ડ આપ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદને લઇ તે ચર્ચામાં આવી હતી. પોપ સ્ટાર રિહાના પણ કૂદી પડી.... પોપ સ્ટાર રિહાનાએ મંગળવારે સાંજે ખેડૂતોના પ્રદર્શન સંબંધિત એક ખબર શેર કરી હતી. જે પ્રદર્શન સ્થળની આસપાસ ઈન્ટરનેટ બંધ કરવાને લઈ હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, આ અંગે કેમ વાતો નથી કરી રહ્યા. આ ઉપરાંત તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ પણ લખ્યું હતું. રિહાનાના ટ્વીટ પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી હતી.કંગનાએ રિહાને જવાબ આપતાં લખ્યું, આના વિશે કોઈ વાત એટલા માટે નથી કરતુ કારણ કે, આ ખેડૂતો નથી, આતંકવાદી છે, જે ભારતના ટુકડા માગે છે. જેથી ચીન જેવા દેશો આપણા દેશ પર કબ્જો કરી લે અને યુએસએ જેવી ચાઈનીઝો કોલોની બનાવે છે. તુ શાંતિથી બેસી જા બેવકૂફ. અમે લોકો તમારી જેવા બેવકૂફ નથી, જે દેશને વેચે મારે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget