શોધખોળ કરો

IND vs SA: આખી સિરીઝમાંથી બહાર થઈ શકે છે આ ધાકડ ખેલાડી, કોચના સંકેતથી ફેન્સના દીલ તૂટ્યા

ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T-20 સિરીઝની પ્રથમ મેચમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ આ સિરીઝમાં 1-0થી પાછળ છે. પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની બોલિંગ ઘણી નબળી સાબિત થઈ.

IND vs SA T20: ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T-20 સિરીઝની પ્રથમ મેચમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ આ સિરીઝમાં 1-0થી પાછળ છે. પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની બોલિંગ ઘણી નબળી સાબિત થઈ હતી, તેથી બીજી મેચમાં બોલિંગ લાઈન-અપમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. જો કે આવી સ્થિતિમાં પણ ટીમ ઈન્ડિયાના એક ઘાતક બોલરને પુરી સિરીઝમાં ટીમમાંથી બહાર બેસવું પડી શકે છે.

આ બોલરને નહીં મળે મોકો!
આઈપીએલમાં ધૂમ મચાવનાર ટીમ ઈન્ડિયાના ઘાતક ફાસ્ટ બોલર ઉમરાન મલિકની સાઉથ આફ્રિકા સામેની 5 મેચની T20 સીરીઝ માટે પહેલીવાર ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઉમરાન હાલમાં વિશ્વનો સૌથી ઝડપી બોલર છે. પરંતુ તેને આખી સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની બહાર બેસવું પડી શકે છે. નોંધનિય છે કે, કોચ રાહુલ દ્રવિડ પોતે પહેલેથી જ સંકેત આપી ચૂક્યા છે કે ઉમરાને ટીમમાં રમવા માટે થોડી રાહ જોવી પડશે. પ્રથમ મેચ પહેલા દ્રવિડે ઉમરાન અંગે નિવેદન આપ્યું હતું. આવી સ્થિતિમાં, આ ખેલાડીને આખી સિરીઝમાં રમવા ન મળે તેવા સંજોગો છે.

IPLમાં વર્તાવ્યો હતો કહેર
ઉમરાન મલિક IPL 2022થી હેડલાઈનમાં છે. ખાસ કરીને 150થી ઉપર સતત બોલિંગ કરવાની તેની ક્ષમતાએ બધાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું છે. તેમણે IPL 2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલિંગ ઉમરાન મલિકની સૌથી મોટી તાકાત છે. ઉમરાન IPLમાં ભારત માટે સૌથી ઝડપી બોલર બન્યો હતો. ઉમરાનની ખતરનાક રમત જોઈને તેને ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ  પણ આપવામાં આવ્યો હતો. આ કારણે તેને ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત પસંદગીની તક પણ મળી.

પ્રથમ ટી20માં નહોતી મળી જગ્યા
તમને જણાવી દઈએ કે ઉમરાન મલિકને પ્રથમ ટી20 મેચમાં પણ પ્લેઈંગ 11માં જગ્યા આપવામાં આવી ન હતી. તેના બદલે સિવાય હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને અવેશ ખાન જેવા ફાસ્ટ બોલરોને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. તો બીજી તરફ, કેપ્ટન પંતે યુઝવેન્દ્ર ચહલને સ્પિનર ​​તરીકે સામેલ કર્યો હતો. ટીમ ઈન્ડિયા રવિવારે બીજી T20માં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
   
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget