શોધખોળ કરો
Advertisement
કયા ખેલાડીને ઓસ્ટ્રેલિયામાં અચાનક રમવા આવવુ પડ્યુ ત્યારે તેની પાસે બેટ કે પેડ નહતા, કોને આપ્યા હતા તેને ઉધાર, ફિલ્ડિંગ કૉચે કર્યો મોટો ખુલાસો
ક્રિકેટરોથી લઇને ટીમ મેનેજમેન્ટ અને કૉચે મહત્વની ભૂમિકા ભજવી છે. પીટીઆઇ સાથે વાતચીત કરતા ભારતીય ફિલ્ડિંગ કૉચ શ્રીધરે એક જબરદસ્ત કિસ્સો સંભળાવ્યો છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર 2-1થથી ચિત કરીને દુનિયાભમાં ફરી એકવાર પોતાની ધાક જમાવી દીધી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીને ટીમ ઇન્ડિયા સતત બીજા વર્ષે પોતાની પાસે રાખવામાં સફળ રહી છે. પરંતુ પ્રશ્ન એ થાય કે સ્ટાર ખેલાડીઓ વિનાની ભારતીય ટીમે વર્લ્ડક્લાસ ઓસ્ટ્રેલિયાને હરાવી કઇ રીતે? આના જવાબો અનેક પ્રશ્નોમાંથી જ મળે છે. ક્રિકેટરોથી લઇને ટીમ મેનેજમેન્ટ અને કૉચે મહત્વની ભૂમિકા ભજવી છે. પીટીઆઇ સાથે વાતચીત કરતા ભારતીય ફિલ્ડિંગ કૉચ શ્રીધરે એક જબરદસ્ત કિસ્સો સંભળાવ્યો છે.
શ્રીધરે આ બધાની વચ્ચે યોર્કર મેન બૉલર ટી નટરાજનનો એક ખાસ કિસ્સો સંભળાવ્યો. શ્રીધરે કહ્યું કે, ટી નટરાજન એક નેટ બૉલર તરીકે સામેલ થયો હતો, પરંતુ જ્યારે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવા લાગ્યા ત્યારે નટરાજનને અચાનક ઓસ્ટ્રેલિયા સામેની ટીમમાં સામેલ કરાયો હતો.
(ફાઇલ તસવીર)
શ્રીધરે કહ્યું જ્યારે ટીમમાં નટરાજનને સામેલ કરાયો ત્યારે તેની પાસે પોતાનુ બેટ ન હતુ, અને પેડ પણ ન હતા, તેની પાસે પોતાના બૉલિંગ સ્પિકર્સ અને ટ્રેનર્સ જ હતો, કેમકે તે નેટ બૉલર તરીકે સાથે આવ્યો હતો. તેને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેને વૉશિંગટન સુંદર અને અશ્વિન પાસેથી તેને બેટ અને પેડ ઉધાર લીધા હતા. કૉચે કહ્યું તે કોઇ સામાન્ય નેટ બૉલર ન હતો, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કૉચ નિક વેબ અને ટ્રેનર સોહમે અમારા તમામ નેટ બોલરો માટે યોજના બનાવી હતી, અને ડ્રેસિંગ રૂમનો એક અભિન્ને ભાગ હતા.
પરત ફર્યા બાદ થયુ જોરદાર સ્વાગત
ઑસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ધૂળ ચટાડ્યા બાદ વતનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું જોરદાર સ્વાગત થયુ, તેમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ટી નટરાજનને તેના ગામ તમિલનાડુના ચિન્નાપામપટ્ટી પહોંચવા પર તેનુ પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામ પહોંચતાની સાથેજ લોકોએ તેને ફૂલહાર પહેરાવી અને રથમાં બેસાડીને રસ્તા પર તેની યાત્રા કાઢી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા અને તેનું સ્વાગત કર્યું હતું.
નટરાજન જ્યારે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો ત્યારે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે, ઓસ્ટ્રેલિયાથી પરત આવશે ત્યારે આ રીતે સ્વાગત થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion