શોધખોળ કરો
દુબઇમાં રમાનારી IPL મેચ જોવા દર્શકો જઇ શકશે, જાણો શું હશે નિયમ
એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના સચિવ મુબાશશિર ઉસ્માનીએ શુક્રવારે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે છે તો તે સંયુક્ત આરબ અમીરાતમાં રમાનારી આઇપીએલમાં સ્ટેડિયમોમાં 30 થી 50 ટકા સુધી દર્શકો ભરવા ઇચ્છશે
![દુબઇમાં રમાનારી IPL મેચ જોવા દર્શકો જઇ શકશે, જાણો શું હશે નિયમ fill 30 to 50 percent of stadiums during ipl in uae દુબઇમાં રમાનારી IPL મેચ જોવા દર્શકો જઇ શકશે, જાણો શું હશે નિયમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/02153556/IPL-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13ની સિઝન આ વખતે દુબઇના મેદાનોમાં રમાવવાની છે. કોરોના વાયરસને લઇને ભારતમાં આઇપીએલ 2020નુ આયોજન શક્ય ન બની શક્યુ નથી. હવે આ આખી ટૂર્નામેન્ટ યુએઇમાં ખસેડવામાં આવી છે. અહીં એમિરેટ્સ ક્રિકટ બોર્ડ સ્ટેડિયમમાં દર્શકોને જવાની પરવાનીગી આપી શકે છે.
એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના સચિવ મુબાશશિર ઉસ્માનીએ શુક્રવારે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે છે તો તે સંયુક્ત આરબ અમીરાતમાં રમાનારી આઇપીએલમાં સ્ટેડિયમોમાં 30 થી 50 ટકા સુધી દર્શકો ભરવા ઇચ્છશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની તારીખોની જાહેરાત કરતાં અધ્યક્ષ વ્રજેશ પટેલે પીટીઆઇને કહ્યું હતુ કે હતુ કે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી યોજાનારી ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન દર્શકોને મેદાન પર જવાની અનુમતી આપવાનો ફેંસલો સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) સરકાર દ્વારા લેવામાં આવશે.
ખાસ વાત છે કે, તારીખોની જાહેરાત બાદ પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ પણ યુએઇમાં આઇપીએલ કરાવવાને લઇને ભારત સરકારની મંજૂરીની રાહ જોઇ રહ્યું છે. ઉસ્માનીએ ફોન પર કહ્યું કે એકવાર અમને બીસીસીઆઇ તરફથી પુષ્ટી થઇ જાય તો અમે અમારી સરકારની પાસે પૂર્ણ પ્રસ્તાવ અને માનક પરિચાલન પ્રક્રિયાની સાથે જઇશુ, જો અમારા અને બીસીસીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
તેને વધુમાં કહ્યું કે જો અમારુ બધુ બરાબર રહેશે તો અમે સ્ટેડિયમમાં દર્શકોની હાજરી લઇશું, મોટા ભાગની ટૂર્નામેન્ટમાં દર્શકોની સંખ્યા 30 થી 50 ટકા સુધી હોય છે. અમે પણ આ સંખ્યાની આશા રાખીએ છીએ.
![દુબઇમાં રમાનારી IPL મેચ જોવા દર્શકો જઇ શકશે, જાણો શું હશે નિયમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/02153609/IPL-03-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)