Women's T20 WC Winners: અત્યાર સુધી માત્ર 3 ટીમો જ બની ચૂકી છે ચેમ્પીયન, જાણો કોણે ક્યારે જીત્યો ખિતાબ
દક્ષિણ આફ્રિકા માટે આ ખિતાબ જીતવાનો પહેલો મોકો છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ મહિલા ટી20 વર્લ્ડકપ ટ્રૉફી પોતાના નામે કરી ચૂકી છે.
Women's T20 World Cup Champions: મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે (26 ફેબ્રુઆરી) ફાઇનલ મેચ રમાશે. કેપટાઉનના ન્યૂલેન્ડમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (AUSW vs SAW)ની વચ્ચે આ ખિતાબી જંગ જામશે. ઓસ્ટ્રેલિયા તો પહેલાથી પાંચ વાર મહિલા ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન બની ચૂકી છે, પરંતુ દક્ષિણ આફ્રિકા માટે આ ખિતાબ જીતવાનો પહેલો મોકો છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ મહિલા ટી20 વર્લ્ડકપ ટ્રૉફી પોતાના નામે કરી ચૂકી છે. જુઓ અહીં વિનર્સ લિસ્ટ.....
જાણો અહીં મહિલા ટી20 વર્લ્ડકપની ડિટેલ્સ.....
- વર્ષ 2009: મહિલા ટી20 વર્લ્ડકપની આ પહેલી મેચમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થઇ હતી, જ્યાં ઇંગ્લેન્ડે 5 વિકેટથી જીત હાંસલ કરીને ટ્રૉફી પોતાના નામે કરી લીધી હતી.
- 2010: વર્ષે પણ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોમાંચક અંદાજમાં 3 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
- વર્ષ 2012: ત્રીજી મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટકરાયા હતા, અહીં પણ ઓસ્ટ્રેલિયા માત્ર 4 રનોથી મેચ જીતીને ચેમ્પીયન બન્યુ હતુ.
- વર્ષ 2014: ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ આ વર્ષે ફરી વર્લ્ડ ચેમ્પીયન બની, આ ઓસ્ટ્રેલિયાની હેટ્રિક હતી, ફાઇનલમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ જીત્યો હતો.
- વર્ષ 2016: ઓસ્ટ્રેલિયાનો સતત ચેમ્પીયન બનવાનો સિલસિલો આ વખતે વેસ્ટ ઇન્ડિઝે તોડી નાંખ્યો. વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી એકતરફી માત આપતા ટાઇટપ પોતાના નામે કર્યુ હતુ.
- વર્ષ 2018: આ વર્લ્ડકપમાં એકવાર ફરીથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલમાં ટકરાઇ. ઇંગ્લેન્ડની આ ચોથી વર્લ્ડકપ ફાઇનલ હતી, વળી, ઓસ્ટ્રેલિયા પાંચમી વાર ફાઇનલ રમી રહી હતી. અહીં પણ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીતી લીધુ હતુ.
- વર્ષ 2020: આ વર્ષે પણ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પીયન બની, ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 85 રનોથી હરાવીને પાંચમી વાર ટાઇટલ પોતાના નામે કરી લીધુ હતુ.
South Africa are through to their first #T20WorldCup final.
— T20 World Cup (@T20WorldCup) February 24, 2023
Here’s how they did it ⬇#ENGvSA | #T20WorldCup | #TurnItUp
🗣️ “Oh, man, it's so flipping amazing!”
— T20 World Cup (@T20WorldCup) February 25, 2023
How South Africa’s stars celebrated reaching the World Cup final ⬇️#ENGvSA | #T20WorldCup | #TurnItUphttps://t.co/EeoBDyBuIP
Suné Luus 🏆 Meg Lanning
— T20 World Cup (@T20WorldCup) February 25, 2023
Photoshoot day with the two captains of the ICC Women's #T20WorldCup 2023 Final 🙌#TurnItUp | #AUSvSA pic.twitter.com/qRaUTVtQvI