શોધખોળ કરો
IPL બંધ રહી, છતાં ક્રિકેટના દિગ્ગજોએ આ ખેલાડીને બનાવ્યો IPL ઇતિહાસનો સૌથી ખતરનાક બૉલર
શ્રીલંકાના આ ફાસ્ટ બૉલરે આઇપીએલમાં ડેલ સ્ટેન, આશીષ નેહરા, સુનીલ નારેન અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર્સને પાછળ પાછીને આ સન્માન હાંસલ કર્યુ છે
મુંબઇઃ આઇપીએલ 2020ની સિઝન રમાવવા પર શંકાના વાદળો ઘેરાયેલા છે, ત્યારે કેટલાક દિગ્ગજોએ આઇપીએલ પર વિશ્લેષણ કર્યુ છે. કેટલાક પૂર્વ દિગ્ગજો આઇપીએલમાં સૌથી ખતરનાક બૉલર તરીકે મંલિગાને જોઇ રહ્યાં છે.
મુંબઇ ઇન્ડિયનના શ્રીલંકન ફાસ્ટ બૉલર જે યોર્કર મેન તરીકે જાણીતો થયો છે, તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ બૉલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. મલિંગને આ સન્માન તેમના સમકાલિન પૂર્વ ક્રિકેટરોએ આપ્યુ છે. જે લોકો હાલ કૉમેન્ટેટર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યાં છે.
મલિંગાને સ્ટાર સ્પૉર્ટ્સના કૉમેન્ટેટર્સને સર્વશ્રેષ્ઠ માન્યો છે. જેમાં કેવિન પીટરસન, ડીન જોન્સ, મેથ્યૂ હેડન, આકાશ ચોપડા, ગ્રીમ સ્મિથ, સાયમન ડૂલ, ઇયાન બિશપ અને ટૉમ મૂડી જેવા ક્રિકેટ દિગ્ગજો સામેલ છે.
શ્રીલંકાના આ ફાસ્ટ બૉલરે આઇપીએલમાં ડેલ સ્ટેન, આશીષ નેહરા, સુનીલ નારેન અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર્સને પાછળ પાછીને આ સન્માન હાંસલ કર્યુ છે.
આઇપીએલની વાત કરીએ તો મલિંગાએ સર્વાધિક 170 વિકેટ ઝડપી છે, બીજા નંબરે અમિતા મિશ્રા 157 વિકેટ અને હરભજન અને પિયુષ ચાવલા 150 વિકેટો ઝડપી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement