GT vs CSK Score Live: ચેન્નઈ સુપર કિંગ્સ રેકોર્ડ 10મી વખત ફાઈનલમાં, ગુજરાતને ક્વોલિફાયર-1માં 15 રને હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

Background
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આજની મેચમાં જે પણ ટીમ જીતવામાં સફળ થશે તેને 28મી મેના રોજ રમાનારી ફાઈનલની ટિકિટ મળશે. જો કે હારનાર ટીમને ફાઇનલમાં જગ્યા બનાવવાની બીજી તક પણ મળશે. પરંતુ ધોની અને પંડ્યા બંનેની નજર ફાઈનલમાં સ્થાન મેળવવા માટે આજની મેચમાં જીત પર રહેશે.
આજે પ્રથમ ક્વૉલિફાયર મેચ ગઇ ચેમ્પીયન ટીમ ગુજરાત ટાઇટન્સનો સામનો ચાર વારની ચેમ્પીયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થવાનો છે. ખાસ વાત છે કે, આઇપીએલની 16મી સિઝનની કુલ 74 મેચો રમાવવાની છે, જેમાં આજે 71મી મેચમાં હાર્દિકનો સામનો ધોની સામે થશે.
જો ગુજરાતની વાત કરીએ તો ગત વર્ષની જેમ આ વખતે પણ હાર્દિક પંડ્યાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. RCBને હરાવીને ગુજરાત ટાઇટન્સ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવામાં સફળ રહી. જોકે ધોનીની ટીમ માત્ર 8 મેચ જીતી શકી અને 17 પોઈન્ટ સાથે ક્વોલિફાયરમાં જગ્યા બનાવવામાં સફળ રહી.
શુભમન ગીલે આ સિઝનમાં ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલે આ સિઝનમાં માત્ર 600થી વધુ રન જ નથી બનાવ્યા પરંતુ તેણે છેલ્લી બે મેચમાં સદી પણ ફટકારી છે. જો ગિલ આજે 50 રન બનાવી લે છે તો તે ઓરેન્જ કેપ હોલ્ડર બનવામાં પણ સફળ થઈ શકે છે.
ગુજરાત માટે મોહમ્મદ શમી અને રાશિદ ખાનની જોડીએ પણ શાનદાર રમત બતાવી છે. આ બંને ખેલાડીઓએ આ સિઝનમાં 24-24 વિકેટ લીધી છે. ચેપોકમાં ગુજરાત માટે રાશિદ ખાન સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
આ સિઝનમાં ચેન્નાઈના બેટ્સમેનોએ પણ પોતાની રમતથી પ્રભાવિત કર્યા છે. કોનવે અને ગાયકવાડની જોડી ચેન્નાઈને સતત સારી શરૂઆત આપી રહી છે. આ સિવાય શિવમ દુબે અને રહાણેનું ફોર્મ CSK માટે બોનસ સાબિત થયું છે. જો કે મોઇન અલી આ સિઝનમાં એક પણ શાનદાર ઇનિંગ રમી શક્યો નથી.
આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે ગુજરાતે લીગ સ્ટેજમાં ચેન્નાઈને ઘરઆંગણે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમને ઘરઆંગણે ફાયદો થવાની પૂરી આશા છે. ઉલ્લેખનીય છે કે, IPLના ઈતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ ગુજરાત ટાઈટન્સ સામે એક પણ મેચ જીતી શકી નથી. IPL 2022માં ડેબ્યૂ કરનાર ગુજરાતે અત્યાર સુધીમાં ચેન્નઈ સામે ત્રણ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. જો આપણે ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની મેચમાં જીતના અંદાજની વાત કરીએ તો આ મેચમાં ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર છે.
GT vs CSK લાઈવ સ્કોર: ચેન્નાઈએ પ્રથમ વખત ગુજરાતને હરાવ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને 10મી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈ 15 રને જીત્યું. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈની ટીમે શાનદાર વાપસી કરી છે. ગત સિઝનમાં તે પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ધોનીની કપ્તાની હેઠળ ટીમ હવે 28મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે. બીજી તરફ આ હાર બાદ ગુજરાત અણનમ છે. તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. તે અમદાવાદમાં 26 મેના રોજ ક્વોલિફાયર-2માં રમશે. ત્યાં તે મુંબઈ ઈન્ડિયન્સ અથવા લખનૌ સુપર જાયન્ટ્સ સાથે ટક્કર કરશે. બુધવારે (24 મે)ના રોજ મુંબઈ અને લખનૌ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં વિજેતા ટીમ ક્વોલિફાયર-2માં જશે.
તેવટિયા આઉટ
તેવટિયાનો જાદુ ચાલ્યો નહીં. ગુજરાતે 100ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો વિજય હવે લગભગ નિશ્ચિત છે. ધોનીની ટીમ જો આજની મેચ જીતશે તો તેને ફાઇનલમાં એન્ટ્રી મળશે.



















