GT vs MI, IPL 2023 Live: ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી આપી હાર
આજે આઇપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે. IPL 2023માં અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ ત્રણ મેચ રમાઈ ચૂકી છે.

Background
GT vs MI Score Live Updates: આજે આઇપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે. IPL 2023માં અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ ત્રણ મેચ રમાઈ ચૂકી છે. આ ત્રણેય મેચોની તમામ છ ઇનિંગ્સમાં સ્કૉર 175+ રનોનો રહ્યો છે. ત્રણેય વખત બીજી બેટિંગ કરનારી ટીમ અહીં જીતી છે. આ સિઝનમાં પણ આ મેદાનમાં 205 રનના લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો છે.
આ પીચ પર ફાસ્ટ બૉલરો અને સ્પિનરો માટે ચોક્કસ મદદ છે, અહીં આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં ફાસ્ટ બૉલરોએ બંને ઇનિંગ્સની શરૂઆતમાં જ વિકેટ લીધી છે. સ્પિનરોને પણ ઘણી વિકેટ મળી છે, પરંતુ એકંદરે બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું છે. અહીં રાત્રે બીજી ઈનિંગમાં ભેજનું ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જેના કારણે બૉલરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્રણેય મેચોમાં સફળ રન ચેઝમાં ભેજની ભૂમિકા મહત્વની રહી છે.
ગુજરાત ટાઈટન્સની શાનદાર જીત
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે મુંબઈ સામે 208 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ 152 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.
મુંબઈની પાંચમી વિકેટ પડી
મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ 59 રનના સ્કોર પર પડી હતી. ટિમ ડેવિડ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. નેહલ અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર છે. મુંબઈનો સ્કોર 12 ઓવર પછી પાંચ વિકેટે 75 રન છે.




















