શોધખોળ કરો

IPL 2022: ગુજરાત ટાઈટન્સે લોન્ચ કર્યું પોતાની ટીમનું એન્થમ સોંગ 'Aava de'

IPL 2022 માં આ વખતે  ગુજરાતની નવી ટીમ Gujarat Titans જોવા મળશે,   Gujarat Titans ટીમનું એન્થમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું  છે.

અમદાવાદ:  IPL 2022 માં આ વખતે  ગુજરાતની નવી ટીમ Gujarat Titans જોવા મળશે,   Gujarat Titans ટીમનું એન્થમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું  છે. આ અગાઉ તેનો લોગો અને જર્સી પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. ટીમનું એન્થમ સોંગ લોંચ કરવામાં આવતા ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે.  આ એન્થમ સોંગ સાંભળીને કોઈ પણ ગુજરાતીને ઝૂમવાનું મન થઈ જાય છે. આદિત્ય ગઢવીના અવાજમાં 'Aava de' સોંગ સાંભળીને નચવાનું મન થઈ જશે.

ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ડેબ્યૂ કરતા પહેલા તેમનું થીમ સોંગ 'આવા દે' રિલીઝ કર્યું છે. ગુજરાતી લોક કલાકાર આદિત્ય ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે, આ ગીત ગુજરાતી સંસ્કૃતિ અને ટીમની મહત્વાકાંક્ષાને જોડતું દેખાય છે. ગીતની શરૂઆતમાં સ્વ.શ્રી કવિ નર્મદની પ્રસિદ્ધ પંક્તિઓ જય જય ગરવી ગુજરાતથી થાય છે. ત્યારબાદ 'આવા દે' શબ્દનો અર્થ થાય છે કે ટીમ દરેકને આમંત્રણ મોકલી રહી છે અને પડકાર સ્વીકારવા તૈયાર છે.

ગીતને બનાવનાર લોકોનો પુરેપુરો વિશ્વાસ છે કે આ સોંગ લોકોના દિલોમાં ઉંડી છાપ છોડશે. ગુજરાતી લોક કલાકાર આદિત્ય ગઢવીએ જણાવ્યું છે કે, જ્યારે મારે ગુજરાત ટાઈટન્સ માટે આ ગીત ગાવાનું હતું, ત્યારે મને ખબર હતી કે મારે તેના માધ્યમથી ગુજરાતની ઉર્જા, ચરિત્ર અને ઓળખને બતાવવી પડશે. મેં એક એવી ધૂન પસંદ કરી જે રાજ્યની ઓળખ વિશ્વ સમક્ષ લાવી શકે. હું ખૂબ જ ખુશ છું કે ગુજરાત ટાઇટન્સમાં દરેકને તે ગમ્યું છે.  ગુજરાત ટાઇટન્સની ટીમમાં ઉત્સાહ વધશે.

આ ગીતને લોન્ચ કરતા જ સોશિયલ મીડિયા પર લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ગીત 'Aava de' લોન્ચ થતાં જ થોડીક જ મિનિટોમાં હજારો લોકોએ નિહાળ્યું અને પસંદ કર્યું છે. તમને જણાવી દઈએ કે પહેલીવાર ગુજરાત ટાઈટન્સની ટીમ IPL 2022 રમવા જઈ રહી છે. આ વખતે IPLમાં 8ના બદલે 10 ટીમો રમશે. ગુજરાત અને લખનઉની બે નવી ટીમોને આ વર્ષે લીગમાં સ્થાન મળ્યું છે. 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ બન્ને નવી ટીમોને બે અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાત ટાઈટન્સ

શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન,  રિદ્ધિમાન સાહા, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર સાઈ કિશોર, ડોમિનિક ડ્રેક, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નલકાંડે, યશ દયાલ. , અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, , મેથ્યુ વેડ, ગુરકીરત સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Embed widget