શોધખોળ કરો

IPL 2024: ગુજરાત ટાઈટન્સ માટે ખરાબ સમાચાર, 3.6 કરોડમાં ખરીદેલા આ ખેલાડીનો થયો અકસ્માત 

IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ટીમના સ્ટાર ખેલાડી રોબિન મિંઝનો અકસ્માત થયો છે.

Gujarat Titans, IPL 2024: IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ટીમના સ્ટાર ખેલાડી રોબિન મિંઝનો અકસ્માત થયો છે. IPL 2024 માટે મિની ઓક્શનમાં ગુજરાતે 3.6 કરોડ રૂપિયાની કિંમત ચૂકવીને રોબિનને ખરીદ્યો હતો. રોબિન IPLમાં વેચાયેલો પ્રથમ આદિવાસી ખેલાડી બન્યો હતો. 

જણાવવામાં આવી રહ્યું છે કે સુપરબાઈકના કારણે અકસ્માત થયો હતો. તેમના પિતાએ 'ન્યૂઝ 18' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "તેમની બાઇક અન્ય બાઇક સાથે અથડાતા  નિયંત્રણ ગુમાવ્યું હતું. હાલમાં તેને ગંભીર ઈજા નથી પહોંચી પરંતુ તે દેખરેખ હેઠળ છે." જોકે રોબિનની બાઇકને ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે, પરંતુ રોબિનને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

IPL 2024 પહેલા નવા ખેલાડીનો અકસ્માત ગુજરાત માટે મોટી સમસ્યા સાબિત થઈ શકે છે. ટીમે રોબિનને ખરીદવા માટે મોટી રકમ ખર્ચી હતી. આઈપીએલ શરૂ થવામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. હવે જોવાનું એ રહે છે કે અકસ્માત બાદ રોબિનને તેની પ્રથમ સિઝન મળે છે કે નહીં.

તમને જણાવી દઈએ કે ઝારખંડ તરફથી રમતા વિકેટકીપર બેટ્સમેન રોબિન પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. 21 વર્ષનો રોબિન હજુ તેની કારકિર્દીની શરૂઆતમાં છે અને તેને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો.

પંત ગંભીર કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો, હજુ સુધી વાપસી નથી કરી

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ગંભીર કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. ડિસેમ્બર 2022માં પંતની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ પંત ક્રિકેટના મેદાનમાં પરત ફરી શક્યો નથી. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પંત IPL 2024 દ્વારા ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. ઋષભ પંત દિલ્હીની ટીમનો કેપ્ટન છે. વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત વાપસી કરે છે કે નહી તે આગામી સમયમાં ખબર પડશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget