Marriage: કેએલ રાહુલ બાદ ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ઓલરાઉન્ડર કરશે લગ્ન, ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા BCCI પાસેથી લીધી રજા
અક્ષર પટેલ અને મેહા પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, ગયા વર્ષ 20 જાન્યુઆરી, 2022 એ બન્નેની સગાઇ થઇ હતી, હવે બન્ને લગ્ન માટે બિલુકલ તૈયાર છે.
Axar Patel Marriage: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ મહિનામાં રમાનારી ઘરેલુ વનડે અને ટી20 સીરીઝ પહેલા કેએલ રાહુલ (KL Rahul)ની સાથે સાથે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Axar Patel) પણ બીસીસીઆઇ (BCCI) પાસેથી છુટ્ટી લીધી છે. જેમ કે કેએલ રાહુલ આ દરમિયાન લગ્ન કરશે. એવી જ રીતે અક્ષર પટેલ પણ આ દરમિયાન લગ્ન કરવાનો છે. અક્ષર પટેલ પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરશે, રિપોર્ટ્સ છે કે, જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અક્ષર પટેલ વિવાહ કરશે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 અને વનડે સીરીઝ માટે ટીમની જાહેરાત કરતી વખતે બીસીસીઆઇ તરફથી બતાવવામાં આવ્યુ હતુ કે કેએલ રાહુલ અને અક્ષર પટેલ ફેમિલી કમિટમેન્ટ્સના કારણે સિલેક્શન માટે ઉપલબ્ધ નહીં રહે.
લાંબા સમયથી એકબીજાને કરી રહ્યાં છે ડેટ -
અક્ષર પટેલ અને મેહા પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, ગયા વર્ષ 20 જાન્યુઆરી, 2022 એ બન્નેની સગાઇ થઇ હતી, હવે બન્ને લગ્ન માટે બિલુકલ તૈયાર છે. જોકે, હજુ સુધી બન્નેના લગ્નની તારીખ કન્ફૉર્મ નથી થઇ. એવુ કહેવાઇ રહ્યુ છે કે જે સમયે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરદ્ધ ઘરેલુ સીરીઝ રમશે તે દરમિયાન અક્ષર પટેલ પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરી શકે છે.
જાણો કોણ છે મેહા પટેલ -
રિપોર્ટ પ્રમાણે મેહા પટેલ એક આહાર અને પોષણ નિષ્ણાંત (dietician and nutritionist) છે. મેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તે હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ સિવાય તે અક્ષર પટેલ સાથેની તસવીરો પણ શેર કરતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 21 હજારથી વધુ ફોલોઅર છે.
ઉલ્લેખનીય છે કે ગર્લફ્રેન્ડ મેહા પટેલના હાથ પર અક્ષર પટેલના નામનું એક ટેટૂ પણ છે. અક્ષર પટેલે મેહાને પોતાના 28માં જન્મદિવસ દરમિયાન પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન બંનેએ એકબીજાને વીંટી પહેરાવી અને સગાઈ કરી હતી.
VIDEO: Axar Patelએ હવામાં કુદકો મારીને પકડ્યો શાનદાર કેચ, જુઓ ઉમરાનને કેવી રીતે અપાવી વિકેટ
અક્ષર પટેલે પકડ્યો શાનદાર કેચ -
કોલકત્તા વનડે મેચનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, ખરેખરમાં આ વીડિયો શ્રીલંકન ટીમની ઇનિંગનો છે. આ વીડિયોમાં ઉમરાન મલિકના બૉલિંગમાં અક્ષર પટેલે ચમિકા કરુણારત્નેનો શાનદાર કેચ પકડ્યો છે. આ કેચ જોઇને સૌ કોઇ ચોંકી રહ્યાં છે.
Sharp catch alert 💥@akshar2026 dives to his left and takes a fine catch as @umran_malik_01 gets his second wicket 👌👌#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/R4bJoPXNM3
— BCCI (@BCCI) January 12, 2023
બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયોને શેર કર્યો છે. આ વીડિયોનો કેચ કાબિલેતારીફ છે. લોકો આના પર જુદીજુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.