શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતના આ સ્ટાર ક્રિકેટરને લાગ્યા ચાર કરોડ રૂપિયાનો ચુનો, કોનાથી કેવી રીતે છેતરાયો? જાણો વિગતે
26 ઓગસ્ટે હરભજન સિંહે ફરિયાદ નોંધાવી હતી કે તેને ઓરા મેગા નામીની ફર્મને 2015માં ચાર કરોડ રૂપિયા આપ્યા હતા. લૉનના વ્યાજ માટે આપવામા આવેલો ચેક બાઉન્સ થઇ ગયો, આ ફર્મ રિયલ સ્ટેટ વ્યાપારમાં છે
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ છેતરપિંડીનો શિકાર બન્યો છે. ગ્રેટર ચેન્નાઇ પોલીસે ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ દ્વારા એક પાર્ટનરશિપ ફર્મ વિરુદ્ધ ચાર કરોડ રૂપિયાની ચૂકવણી ના કરવાની ફરિયાદને લઇને તપાસ શરૂ કરી દીધી છે. એક પોલીસ અધિકારીએ આ વાતની જાણકારી આપી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, એફઆઇઆર નોંધી લેવામાં આવી છે, કેસ સીનિયર પોલીસ અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે. આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે બુધવારે એક પાર્ટનર, જી મહેશ જે એક રિયલ્ટર છે, એ પોલીસ દ્વારા સમન્સ મોકલવામાં આવવાથી મદ્રાસ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી.
26 ઓગસ્ટે હરભજન સિંહે ફરિયાદ નોંધાવી હતી કે તેને ઓરા મેગા નામીની ફર્મને 2015માં ચાર કરોડ રૂપિયા આપ્યા હતા. લૉનના વ્યાજ માટે આપવામા આવેલો ચેક બાઉન્સ થઇ ગયો, આ ફર્મ રિયલ સ્ટેટ વ્યાપારમાં છે.
મહેશે કહ્યું કે હરભજન તરફથી લૉન ત્યારે મળી જ્યારે તેને જામીન તરીકે જમીન રાખી હતી, અને તેને કહ્યું બધા પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ હરભજન સિંહ આઇપીએલની 13ી સિઝનમાં સીએસકેની સાથે નથી. ભજ્જી પર્સનલ કારણોસર યુએઇમાં આઇપીએલ રમવા નથી ગયો, પરંતુ પછીથી ટીમ સાથે જોડાઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion