હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કરી પોતાના ઉતાર-ચઢાવની સફર વર્ણવી, જુઓ વીડિયોમાં હાર્દિકે શું કહ્યું...
હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયામાં પોતાનું એક મહત્વનું સ્થાન બનાવ્યું છે. હાલ હાર્દિક પંડ્યા તેના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે ભારતની ટીમનો અત્યંત જરુરી ખેલાડી બની ગયો છે.
Hardik Pandya Shares Emotional Video: હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયામાં પોતાનું એક મહત્વનું સ્થાન બનાવ્યું છે. હાલ હાર્દિક પંડ્યા તેના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે ભારતની ટીમનો અત્યંત જરુરી ખેલાડી બની ગયો છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન ડે સિરીઝ, ટી20 સિરીઝ છે. આ બંને સિરીઝમાં હાર્દિકે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. વનડે સિરીઝની છેલ્લી મેચમાં હાર્દિકે 4 વિકેટ ઝડપી હતી અને 55 બોલમાં 71 રનની રોમાંચક ઈનિંગ રમી હતી. આમ હાર્દિક બોલ અને બેટ દ્વારા ટીમ ઈન્ડિયા માટે ખુબ સુંદર પ્રદર્શન કરી રહ્યો છે.
વર્ષ 2022 પંડ્યા માટે ખુબ જ સુંદર વર્ષ રહ્યું છે કારણ કે તે છેલ્લા કેટલાક મહિનામાં ઈમોશનલ રોલર-કોસ્ટર રાઈડમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેના ઉતાર-ચઢાવમાં ટેકો આપવા બદલ પ્રશંસકોનો આભાર માનવા માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. પંડ્યા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં તેની સફર બતાવવામાં આવી છે કે કેવી રીતે તેણે નેશનલ ટીમમાં પોતાનું સ્થાન મેળવવા માટે તેની ઈજા સામે લડત આપી.
પંડ્યાએ વીડિયોમાં કહ્યું છે કે, "મારા લોકોના સહારે ઉતાર-ચઢાવમાંથી પસાર થતાં દરરોજ મજબૂત બનવાની ઈચ્છા સાથે, ફિટ બનવાની અને મારા દેશ માટે રમવાની ઈચ્છા સાથે સવારે જાગ્યો છું. જેઓ મારી પડખે ઉભા રહ્યા તેમનો હંમેશા આભારી છું, જેમણે મને પ્રોત્સાહિત કર્યો, જેમણે મને માર્ગદર્શન આપ્યું," ઈંગ્લેન્ડ સામે ભારતની સિરીઝ જીત્યા પછી, પંડ્યાએ ઋષભ પંત સાથેની તેની મેચ વિનિંગ પાર્ટનરશિપને યાદ કરી હતી.
Through the ups and downs, with my people by my side. Woke up every morning raring to go, with the will to become stronger, with the will to become fitter and play for my country. Always grateful to those who stood by me, who encouraged me, who guided me 🙏❤️ pic.twitter.com/4gi32ijq1k
— hardik pandya (@hardikpandya7) July 18, 2022
"મને મારા પ્રદર્શનથી ખરેખર સારું લાગ્યું. બધા વિભાગોમાં યોગદાન આપવું હંમેશા વિશેષ છે. મારી રમતે મને ભૂતકાળમાં ઘણો આત્મવિશ્વાસ આપ્યો. રિષભની ઈનિંગ દેખીતી રીતે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અને તેણે જે રીતે સમાપ્ત કર્યું... આપણે બધા જાણીએ છીએ. તેની પાસે કેવા પ્રકારની પ્રતિભા છે. અને જ્યારે તે બહાર આવે છે, ત્યારે તે આંખોને ખૂબ જ આનંદદાયક લાગે છે. જ્યારે તે રમે છે, ત્યારે તમારા હૃદયના ધબકારા તે જ સમયે વધી જાય છે જે સમયે ઋષભ શોટ્સ રમે છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાને ઈંગ્લેન્ડ સામની સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝનું ટાઈટલ આપવામાં આવ્યું છે.