હાર્દિક પંડ્યાની પત્નિ નતાશાનો કોની સાથેનો રોમેન્ટિક વીડિયો વાયરલ થતાં ચકચાર, જુઓ વીડિયો
હાલ હાર્દિક પંડ્યાની પત્ની નતાશાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે હાર્દિકના બદલે બીજી વ્યક્તિ સાથે જોવા મળી રહી છે.
Hardik Pandya wife Natasha: ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાલ ફિટનેસનો સામનો કરી રહ્યો છે. આ દરમિયાન તેણે પસંદગીકારોને હાલ તેના નામ પર ચર્ચા ન કરવા જણાવ્યું છે. હાર્દિકે નતાશા સાથે સગાઈ કરીને સૌને ચોંકાવી દીધા હતા અને લગ્ન પહેલા જ બાપ બન્યો હતો. આ કપલ પુત્રની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
કોણ છે આ વ્યક્તિ
હાલ હાર્દિક પંડ્યાની પત્ની નતાશાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે હાર્દિકના બદલે બીજી વ્યક્તિ સાથે જોવા મળી રહી છે. જે બાદ આ વ્યક્તિ કોણ છે તેની ચર્ચા શરૂ થઈ છે. નતાશા જે વ્યક્તિ સાથે રોમેન્ટિક થતી જોવા મળી છે તેનું નામ એલેકઝેંડર એલેક્સ છે. હાલ તે એક્ટ્રેસ દિશા પટનીનો ટ્રેનર છે. એલેકઝેંડરે તેના ઈન્સ્ટાગ્રામ પરથી આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર લોકો હાર્દિક પંડ્યાને લઈ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટાનકોવિકે સાથે 2020ની શરૂઆતમાં સગાઈ કરી હતી અને તેના ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાં હતા. જેમાં આ કપલ એક ક્રૂઝમાં જોવા મળ્યું હતું. ત્યારે હાર્દિકે ફોટોને શેર કરતા લખ્યું હતું કે, મેં તેરા તુ મેરી જાને સારા હિન્દુસ્તાન. તેની સાથે જ પંડ્યાએ સગાઈની તારીખ 01-01-2020 જણાવી હતી.
કોણ છે નતાશા
સર્બિયામાં જન્મેલી નતાશાએ 2010માં મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ એક્ટિંગ અને ડાન્સના કેરિયરમાં ઝંપલાવ્યું હતું. આ સપનાને પૂરા કરવા માટે 2012માં બૉલિવૂડમાં પગ મુક્યો હતો. તેના એક વર્ષ બાદ ફિલ્મ સત્યાગ્રહમાં આઈટમ નંબર ‘હમરી અટરિયા’થી ચર્ચામાં આવી હતી.
નતાશા એક સર્બિયન મૉડલ રહી ચુકી છે. તે સલમાન ખાનના બિગ બોસની 8મી સિઝનમાં ચાર અઠવાડિયા બાદ શોમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે બીગ બોસ સીઝન -8થી તેને નવી ઓળખ મળી હતી. આ સિવાય નતાશા નચ બલિયે-9માં પણ જલવો દેખાડી ચુકી છે. તે સમયે હાર્દિકે નતાશા માટે વૉટ પણ માંગ્યા હતા. આ સિવાય તેણે ડિજેવાલે બાબુ ગીત પર પણ ધમાલ મચાવ્યો હતો. નતાશા અર્જૂન રામપાલની ફિલ્મ ‘ડેડી’માં નજર આવી ચુકી છે. ડેડીમાં તેણે એક આઈટમ સોન્ગમાં ડાન્સ કર્યો હતો. નતાશા ફુકરે રિટર્સનના ‘ઓ મેરી મેહબૂબા’ ગીતમાં પણ નજર આવી ચુકી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)