શોધખોળ કરો

HBD Azharuddin: આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે મોહમ્મદ અઝરુદ્દીન, જાણો તેના વિશે રોચક તથ્યો....

મોહમ્મદ અઝરુદ્દીન વર્ષ 1985માં ઇન્ટરનેશનલ ક્રિકેટર કેરિયરની શરૂઆત કરી હતી, તેની બેટિંગમાં જાદુ હતો, વર્ષ 2000માં મેચ ફિક્સિંગમાં નામ ઉછળ્યુ

HBD Mohammad Azharuddin: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને સ્ટાર કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીને પોતાની ક્રિકેટ કેરિયરની શરૂઆત 'વન્ડર બૉય' તરીકે કરી હતી, અઝહરે શરૂઆતી 3 ટેસ્ટ મેચોમાં 3 સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો, જે આજ સુધી કાયમ છે. કેરિયરની પહેલી અને છેલ્લી ટેસ્ટમાં સદી ફટકારીને વર્લ્ડના દમદાર બેટ્સમેનમાં સામેલ મોહમ્મદ અઝરુદ્દીન આજે પોતાનો 60મો જન્મદિવસ મનાવી રહ્યો છે. મોહમ્મદ અઝરુદ્દીન ટીમ ઇન્ડિયાનો હીરો હતો, બાદમાં ધીમે ધીમે વિલન તરીકે સાબિત થઇ ગયો હતો. તેની શાનદાર કેરિયર પર એકાએક બ્રેક લાગી ગયો હતો. જાણો તેની કેરિયર અને લાઇફ વિશે.....  

જમણેરી મીડલ ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ અઝરુદ્દીનનો (Mohammad Azharuddin)નો જન્મ 8 ફેબ્રુઆરી, 1963 એ હૈદરાબાદમાં થયો હતો, ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં અઝહરનુ નામ સામેલ છે. તેની જિંદગીમાં અનેકવાર ચઢાવ ઉતાર આવ્યા, મોહમ્મદ અઝરુદ્દીન મેચ ફિક્સિંગમાં નામ ઉછળ્યુ, લગ્ન જીવનમાં ભંગાણ પડ્યુ અને બાદમાં તેના દીકરાનુ મોત પણ થયુ, આમ તમામ રીતે મોહમ્મદ અઝરુદ્દીન કેરિયરમાં વળાંક આવી ગયો. 

મોહમ્મદ અઝરુદ્દીન વર્ષ 1985માં ઇન્ટરનેશનલ ક્રિકેટર કેરિયરની શરૂઆત કરી હતી, તેની બેટિંગમાં જાદુ હતો, વર્ષ 2000માં મેચ ફિક્સિંગમાં (Mohammad Azharuddin Match Fixing) નામ ઉછળ્યુ અને કેરિયરમાં દાગ લાગી ગયો. બાદમાં બીસીસીઆઇએ તેના પર આજીવન બેન લગાવી દીધો હતો. બાદમાં વર્ષ 2012માં આંધ્રપ્રદેશ હાઇકોર્ટે મોહમ્મદ અઝરુદ્દીન પર લગાવવામાં આવેલો આજીવન બેન ફગાવી દીધો. જોકે તે ક્રિકેટના મેદાન પર વાપસી ના કરી શક્યો. તેની કેરિયર ખતમ થઇ ગઇ હતી. 

મોહમ્મદ અઝરુદ્દીના પહેલા લગ્ન તુટી ગયા, તેના પહેલા લગ્ન વર્ષ 1987માં નૌરીન ખાન (Mohammad Azharuddin-Naureen Khan Divorce) સાથે થયા હતા. અઝહર અને નૌરીન ખાનના ત્રણ દીકરા થયા, બન્નેનુ લગ્ન જીવન 9 વર્ષ સુધી ચાલયુ. આ પછી બન્ને અલગ થઇ ગયા.  બાદમાં વર્ષ 1994 માં નૌરીન ખાન (Naureen Khan) ના પતિ રહેતા જ મોહમ્મદ અઝરુદ્દીને મૉડલ અને અભિનેત્રી સંગીતા બિજલાની (Sangeeta Bijlani) સાથે પ્રેમ થયો, બાદમાં 1996માં સંગીતા બિજલાની સાથે અઝહરે લગ્ન કરી લીધા.

મોહમ્મદ અઝરુદ્દીન અને સંગીતા બિજલાનીનો સંબંધ 14 વર્ષ ટક્યો અને 2010માં ખતમ થઇ ગયો. અઝહરે સંગીતા સાથે તલાક લઇ લીધા. બન્નેના કોઇ બાળક નથી. જોકે અઝહર અને નૌરીન ખાનના દીકરા અયાઝનું 2011માં એક રૉડ અકસ્માતમાં મોત થઇ ગયુ હતુ. મોહમ્મદ અઝરુદ્દીને રાજકીય કેરિયર પણ બનાવી, તેમને વર્ષ 2009માં કોંગ્રેસ પાર્ટી જૉઇન કરી, બાદમાં મુરાદાબાદ બેઠક પર જીતીને સંસદમાં એન્ટ્રી મારી. વર્ષ 2018માં તેમને તેલંગાણા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બનાવવામા આવ્યા. અઝહર હૈદરાબાદ ક્રિકેટ સંઘના અધ્યક્ષ પણ રહ્યાં. 

મોહમ્મદ અઝરુદ્દીનની ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો, અઝહરે ભારત તરફથી કુલ 99 ટેસ્ટ મેચો રમી છે, તેને 45.03 ની એવરેજથી 6215 રન બનાવ્યા છે. જેમાં 22 સદી અને 21 અડધી સદી સામેલ છે. 334 વનડે ઇન્ટરનેશનલ મેચોમાં મોહમ્મદ અઝરુદ્દીને લગભગ 37ની એવરેજથી કુલ 9378 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 58 ફિફ્ટી ફટકારી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી
Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Embed widget