Cricketer Cancer: આ સ્ટાર ક્રિકેટરને થયું કેન્સર, હૉસ્પીટલમાં છેલ્લા સ્ટેજ પર લઇ રહ્યો છે સારવાર, જાણો
1993માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનાર હીથ સ્ટ્રીક પોતાના યુગના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક હતો.
Heath Streak Cancer: ક્રિકેટ જગતમાંથી ફેન્સ માટે એક ખરાબ સમાચા સામે આવ્યા છે, રિપોર્ટ છે કે, ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક અત્યારે જીવન અને મરણની લડાઇ લડી રહ્યો છે, 49 વર્ષીય સ્ટ્રીકને લીવરમાં લેવલ-4 કેન્સર થયુ છે. ક્રિકેટરની હાલત અત્યારે ખુબ જ નાજુક થઇ ગઇ છે. આ સમાચાર સામે આવ્યા બાદ વિશ્વ ક્રિકેટમાં તેના જલદી સ્વાસ્થ્યની થવાની કામના કરવામાં આવી રહી છે. 1993માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનાર હીથ સ્ટ્રીક પોતાના યુગના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક હતો. બાદમાં તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમોના કૉચિંગ સ્ટાફનો પણ સભ્ય રહી ચૂક્યો છે. આ ઉપરાંત તેને બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કૉચિંગ આપ્યું છે.
કોઇ ચમત્કાર જ બચાવી શકશે આ ક્રિકેટરને -
ઝિમ્બાબ્વેના સ્પૉર્ટ્સ મિનિસ્ટરે ટ્વીટ કર્યું,- 'હીથ સ્ટ્રીક પોતાના છેલ્લા સ્ટૉપ પર છે. પરિવાર યૂકેથી દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો છે. એવું લાગે છે કે હવે માત્ર કોઇ ચમત્કાર જ તેને બચાવી શકશે. પ્રાર્થનાઓ ચાલુ રહે છે. આ પછી પરિવાર વતી એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યુ હતુ . 'હીથને કેન્સર છે અને તેની સારવાર દક્ષિણ આફ્રિકાના સૌથી પ્રતિષ્ઠિત ઓન્કોલૉજિસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. અમે આશા રાખીએ છીએ કે આ એક ખાનગી પારિવારિક મામલો રહેશે, અને તમારી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ બદલ આભાર. આ સમયે તેમના સ્વાસ્થ્ય અંગે વધુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવશે નહીં. કૃપા કરીને અફવાઓ પર ધ્યાન આપો.
2005માં રમી હતી છેલ્લી મેચ -
ઝિમ્બાબ્વે ક્રિકેટના સુવર્ણ યુગ દરમિયાન સ્ટ્રીક માત્ર ટીમનો મહત્વનો ભાગ જ ન હતો પરંતુ તેની કેપ્ટનશિપમાં કેટલીય યાદગાર મેચો પણ જીતી હતી. જમણા હાથની ફાસ્ટ બૉલિંગની સાથે, તે નીચલા ક્રમમાં ઝડપી રન બનાવવામાં પણ માહિર હતો. હીથ સ્ટ્રીકે 1993 થી 2005 વચ્ચે કુલ 65 ટેસ્ટ અને 189 ODI રમી હતી. જમણા હાથના બેટ્સમેને રેડ બૉલ ક્રિકેટમાં 1990 રન બનાવ્યા, અને 216 વિકેટ ઝડપી. વનડેમાં સ્ટ્રીકે 2943 રન બનાવ્યા અને 239 બેટ્સમેનોને આઉટ કર્યા. તેને 21 ટેસ્ટ અને 68 વનડેમાં કેપ્ટનશિપ કરી હતી. 2021 માં, ભ્રષ્ટાચારના આરોપમાં ICC દ્વારા તેના પર આઠ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.