ટી-20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલીની હકાલપટ્ટી કરીને આ ખેલાડીને વન-ડે અને ટી-20માં કેપ્ટન બનાવાશે, જાણો વિગત
32 વર્ષીય વિરાટ કોહલી લાંબા સમયથી ભારતના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે અને તે અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. પરંતુ તેણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી વહેંચવાનો ફેંસલો લીધો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં ટી-20 વર્લ્ડકપ બાદ મોટા પાયે ફેરફાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ બાદ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માને વન ડે અને ટી-20નો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 32 વર્ષીય વિરાટ કોહલી લાંબા સમયથી ભારતના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે અને તે અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. પરંતુ તેણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી વહેંચવાનો ફેંસલો લીધો છે. અખબારના રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલીએ છેલ્લા થોડા મહિનામાં હોતિ અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી વાતચીત કરી છે.
વિરાટ ખુદ છોડશે કેપ્ટનશિપ
સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપના દબાણના કારણે કોહલીની બેટિંગ પર વધારે અસર પડી છે. કોહલીનું માનવું છે કે તેની બેટિંગનો વધારે સમય અને વધારે સ્પીડની જરૂર છે.સૂત્રો મુજબ કોહલીએ ખુદ કેપ્ટનપજેથી હટવાનો ફેંસલો લીધો છે. તેણે બેટિંગ પર વધારે ધ્યાન આપવા માંગે છે. 2022 અને 2023માં ભારતે બે વિશ્વકપ રમવાના છે, જેમાં કોહલીની બેટિંગ મહત્વની માનવામાં આવી રહી છે.
ટેસ્ટમાં કેપ્ટન રહેશે કોહલી
સૂત્રોના કહેવા મુજબ રોહિત શર્મા વન ડે અને ટી-20માં કેપ્ટનશિપ સંભાળશે તો કોહલી ટેસ્ટમાં કેપ્ટનશિપ ચાલુ રાખી શકે છે. વિરાટ હજુ 32 વર્ષનો છે અને આગામી 5-6 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે.
2014માં અચાનક કોહલી બન્યો હતો કેપ્ટન
વિરાટ કોહલી 2014માં ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતી અને મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જે બાદ વિરાટને ટીમની કેપ્ટનશિપ સોંપાઈ હતી. જે બાદ ધોનીએ 2017માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કેપ્ટન પદેથા રાજીનામું આપ્યું હતું. ત્યારે કોહલીને તમામ ફોર્મેટનો કેપ્ટન બનાવાયો હતો.
કોહલીનો કેપ્ટન તરીકે કેવો છે દેખાવ
કોહલીએ 65 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 38 જીત્યો છે. તેની કેપ્ટનશિપમાં ભારત 95 વન ડેમાંથી 65 મેચ જીત્યું છે. જ્યારે 45 ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી 29 મેચમાં ભારત વિજેતા બન્યું છે.