શોધખોળ કરો

હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

ICC World Cup 2027: આગામી 2027 ના વનડે વર્લ્ડ કપમાં 14 ટીમો વચ્ચે 3 રાઉન્ડની ટક્કર થશે, જ્યારે 2028 ના T20 વર્લ્ડ કપમાં સુપર 10 અને એલિમિનેટર રાઉન્ડનો નવો રોમાંચ જોવા મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ICC એ 2027-28 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફારો કર્યા.
  • 2027 ODI વર્લ્ડ કપમાં 14 ટીમો 3 કઠિન રાઉન્ડ રમશે.
  • 2028 T20 વર્લ્ડ કપ 20 ટીમો, નવો એલિમિનેટર લાવશે.

ICC World Cup 2027: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડ કપના ફોર્મેટમાં ધરખમ ફેરફારો કર્યા છે. એડિનબર્ગમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં લેવાયેલા નિર્ણય મુજબ, આગામી 2027 ના ODI વર્લ્ડ કપ અને 2028 ના T20 વર્લ્ડ કપને વધુ રોમાંચક બનાવવા માટે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હવે વર્લ્ડ ચેમ્પિયન બનવું કોઈપણ ટીમ માટે આસાન નહીં રહે. ચાલો સમજીએ આ નવા ફેરફારોનું સંપૂર્ણ ગણિત.

2027 ODI વર્લ્ડ કપ: 14 ટીમો અને 3 રાઉન્ડની 'સુપર સિરીઝ'

2027 નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને ફાઇનલ સુધી પહોંચવા માટે તેમણે 3 કઠિન રાઉન્ડમાંથી પસાર થવું પડશે:

રાઉન્ડ 1 (સુપર સિરીઝ): ક્વોલિફાય થયેલી 14 ટીમોમાંથી નીચેના ક્રમની 3 ટીમો વચ્ચે રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં 'સુપર સિરીઝ' રમાશે. આ સિરીઝ જીતનારી ટીમ આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે.

રાઉન્ડ 2 (30 મેચ): અગાઉથી ક્વોલિફાય થયેલી અન્ય 11 ટીમો અને સુપર સિરીઝની વિજેતા 1 એમ કુલ 12 ટીમોને 6-6 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. રાઉન્ડ-રોબિન ફોર્મેટ મુજબ રમાનાર આ સ્ટેજમાંથી બંને ગ્રુપની ટોચની 3-3 ટીમો અને એક અન્ય ઉચ્ચ ક્રમાંકિત ટીમ મળીને કુલ 7 ટીમો આગળના સ્ટેજમાં જશે.

રાઉન્ડ 3 - સુપર 7 સ્ટેજ (21 મેચ): આ 7 ટીમો વચ્ચે ફરી રાઉન્ડ-રોબિન મેચો રમાશે. જેમાંથી ટોચની 4 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. નિયમ મુજબ, પહેલા અને ચોથા ક્રમની ટીમ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ, જ્યારે બીજા અને ત્રીજા ક્રમની ટીમ વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે.

આ પણ વાંચોઃ શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’

2028 T20 વર્લ્ડ કપ: નવું ફોર્મેટ અને એલિમિનેટરનો રોમાંચ

વર્ષ 2028 માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના યજમાન પદે યોજાનાર T20 વર્લ્ડ કપમાં 20 ટીમો જ ભાગ લેશે, પરંતુ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવવા માટે નવું ફોર્મેટ ડિઝાઇન કરાયું છે:

ગ્રુપ સ્ટેજ (30 મેચ): 20 ટીમોને કુલ 5 ગ્રુપમાં વહેંચવામાં આવશે (અગાઉ 2026 ના T20 વર્લ્ડ કપમાં 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી). હવે આ પાંચેય ગ્રુપમાંથી ટોચની 2-2 ટીમો 'સુપર 10' માટે ક્વોલિફાય થશે.

સુપર 10 (20 મેચ): ક્વોલિફાય થયેલી 10 ટીમોને 5-5 ના બે ગ્રુપમાં વહેંચીને રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં મેચો રમાડાશે. બંને સુપર 10 ગ્રુપની વિજેતા (ટોચની) 1-1 ટીમ સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે.

એલિમિનેટર રાઉન્ડ (2 મેચ): સેમિફાઇનલની બાકીની 2 જગ્યાઓ માટે નવો 'એલિમિનેટર રાઉન્ડ' રમાશે. જેમાં એક સુપર 10 ગ્રુપની બીજા ક્રમની ટીમનો મુકાબલો અન્ય ગ્રુપની ત્રીજા ક્રમની ટીમ સામે થશે.

આ પણ વાંચોઃ લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ

Frequently Asked Questions

2027 ODI વર્લ્ડ કપ ક્યાં યોજાશે અને તેમાં કેટલી ટીમો ભાગ લેશે?

2027નો ODI વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે.

2027ના ODI વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચવા માટે કેટલી રાઉન્ડ સિસ્ટમ લાગુ પડશે?

2027ના ODI વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચવા માટે ટીમોએ 3 કઠિન રાઉન્ડમાંથી પસાર થવું પડશે, જેમાં સુપર સિરીઝ અને સુપર 7 સ્ટેજનો સમાવેશ થાય છે.

2028 T20 વર્લ્ડ કપ કયા દેશોમાં યોજાશે અને કેટલી ટીમો ભાગ લેશે?

2028નો T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના યજમાન પદે યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે.

2028ના T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલ માટે કયો નવો રાઉન્ડ ઉમેરવામાં આવ્યો છે?

2028ના T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલની બાકીની 2 જગ્યાઓ માટે નવો 'એલિમિનેટર રાઉન્ડ' ઉમેરવામાં આવ્યો છે. આ રાઉન્ડ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવશે.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget