શોધખોળ કરો

શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’

india vs england odi: ઈંગ્લેન્ડ સામેની જીત બાદ શુભમન ગિલનું મોટું નિવેદન; 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11માં કરશે મોટા ફેરફારો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડે જીતી, 1-0ની લીડ લીધી.
  • કેપ્ટન ગિલે 2027 વર્લ્ડ કપ માટે નવા પ્રયોગોની જાહેરાત કરી.
  • રોહિત-વિરાટ શાંત રહ્યા, યુવાનોને તક મળવાની શક્યતા છે.
  • BCCI 2027 વર્લ્ડ કપ માટે રોટેશન નીતિ અપનાવવાનું વિચારી રહ્યું છે.

rohit sharma virat kohli: સતત 6 શરમજનક હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ આખરે એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં 6 વિકેટે શાનદાર જીત મેળવીને 3 મેચની શ્રેણીમાં 1-0 ની લીડ લીધી છે. આ જીત સાથે જ કેપ્ટન શુભમન ગિલે સ્પષ્ટ કરી દીધું છે કે ટીમનું લક્ષ્ય હવે 2027 નો વનડે વર્લ્ડ કપ છે અને આ માટે પ્લેઈંગ 11 માં નવા પ્રયોગો કરવામાં આવશે. એવામાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું બીજી વનડેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને બેન્ચ પર બેસાડીને યુવાઓને તક આપવામાં આવશે?

હારની હારમાળા તૂટી, મિડલ ઓર્ડરે બતાવ્યો દમ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારતને ઈંગ્લેન્ડ સામે ટી20 શ્રેણીમાં 0-4 અને આયર્લેન્ડ સામે 0-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વનડે સિરીઝમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહની વાપસીથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. પ્રથમ મેચની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન ગિલે મિડલ ઓર્ડરના વખાણ કરતા કહ્યું કે, "જ્યારે તમારા મધ્યમ અને નીચલા ક્રમના બેટ્સમેનો જવાબદારી ઉપાડીને રન બનાવે છે અને મેચ જિતાડે છે, ત્યારે એક કેપ્ટન અને ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે તમારો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે."

રોહિત-વિરાટનું બેટ શાંત રહ્યું

મેચના રણનીતિ વિશે વાત કરતા ગિલે જણાવ્યું કે, "અમને અમારી બેટિંગ લાઈન-અપ પર એટલો વિશ્વાસ હતો કે જો ટાર્ગેટ 320 નો હોત તો પણ અમે પહેલા બોલિંગ કરવાનું જ પસંદ કરત." જોકે, ભારતની જીત છતાં આ મેચમાં રોહિત અને વિરાટનું બેટ શાંત રહ્યું હતું. રોહિત માત્ર 11 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે વિરાટ કોહલી જોફ્રા આર્ચરના એક બોલ પર શાનદાર બાઉન્ડ્રી ફટકાર્યા બાદ તરત જ આગલા બોલ પર માત્ર 5 રનના સ્કોરે LBW આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ Ind vs Pak મેચની 'લાલચ'? ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર

2027 વર્લ્ડ કપ માટે નવો પ્લાન અને રોટેશન પોલિસી

હવે સૌથી મોટો સવાલ પ્લેઈંગ 11 ના કોમ્બિનેશનનો છે. ગિલનું માનવું છે કે 2027 ના વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડનો આ પ્રવાસ નવા ખેલાડીઓને અજમાવવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. રિપોર્ટ્સ મુજબ, BCCI તમામ ખેલાડીઓનું ફોર્મ ચકાસવા માટે હવે રોટેશન પોલિસી લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ગિલે ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, "અમે બોલિંગ અને બેટિંગ બંનેમાં અલગ-અલગ કોમ્બિનેશન અજમાવી રહ્યા છીએ. ઈંગ્લેન્ડની પિચ અને વાતાવરણ દક્ષિણ આફ્રિકા (જ્યાં 2027 નો વર્લ્ડ કપ રમાવાનો છે) જેવું જ છે. શરૂઆતમાં અહીં નવા બોલથી રન બનાવવા મુશ્કેલ છે કારણ કે બોલ સ્વિંગ થાય છે, પરંતુ બાદમાં વિકેટ રમવા લાયક બની જાય છે. જો આપણે આવી મુશ્કેલ પીચો પર નવા કોમ્બિનેશન સેટ કરી શકીએ, તો ભવિષ્યમાં તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે."

આ પણ વાંચોઃ લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ

Frequently Asked Questions

પ્રથમ વનડેમાં ભારત કોની સામે જીત્યું અને કેપ્ટનનો મુખ્ય લક્ષ્ય શું છે?

ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે 6 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0 ની લીડ લીધી છે. કેપ્ટન શુભમન ગિલનું લક્ષ્ય 2027 નો વનડે વર્લ્ડ કપ છે અને તે માટે પ્લેઈંગ 11 માં નવા પ્રયોગો કરાશે.

પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહ્યું?

પ્રથમ વનડેમાં રોહિત શર્મા 11 રન બનાવી આઉટ થયો, જ્યારે વિરાટ કોહલી જોફ્રા આર્ચરના બોલ પર માત્ર 5 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. બંનેનું બેટ શાંત રહ્યું.

2027 ના વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની શું રણનીતિ છે?

કેપ્ટન ગિલના મતે, 2027 ના વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડનો આ પ્રવાસ નવા ખેલાડીઓને અજમાવવાની શ્રેષ્ઠ તક છે. BCCI તમામ ખેલાડીઓનું ફોર્મ ચકાસવા માટે રોટેશન પોલિસી લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ઇંગ્લેન્ડની પિચ અને વાતાવરણ શા માટે ભવિષ્યની રણનીતિ માટે મહત્વપૂર્ણ છે?

ગિલના મતે, ઇંગ્લેન્ડની પિચ અને વાતાવરણ દક્ષિણ આફ્રિકા (જ્યાં 2027 વર્લ્ડ કપ રમાશે) જેવું જ છે. અહીં મુશ્કેલ પીચો પર નવા કોમ્બિનેશન સેટ કરવા ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget