ICC Mens Cricket World Cup 2023: વન-ડે વર્લ્ડકપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, અમદાવાદમાં રમાશે પ્રથમ મેચ
ભારતમા રમાનારા વન-ડે વર્લ્ડકપ 2023ના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં વર્લ્ડકપની પ્રથમ મેચ રમાશે
ભારતમા રમાનારા વન-ડે વર્લ્ડકપ 2023ના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં વર્લ્ડકપની પ્રથમ મેચ રમાશે
ICC World Cup 2023: England to play New Zealand in opening match on October 5. India to kick-start campaign against Australia on October 8. pic.twitter.com/dWSQwk1pFd
— ANI (@ANI) June 27, 2023
ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી શરૂ થશે વર્લ્ડકપ
વનડે વર્લ્ડ કપની તમામ મેચ ભારતના 12 મેદાનમાં રમાશે. વર્લ્ડકપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા પાંચ ઓક્ટોબરના રોજ રમાશે. પ્રથમ મેચમાં ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમ 8 ઓક્ટોબરે વર્લ્ડકપની પ્રથમ મેચ રમશે. ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઇમાં થશે.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
— ICC (@ICC) June 27, 2023
The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.
વર્લ્ડકપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે. બે સેમિફાઇનલ મેચ મુંબઇ અને કોલકત્તામાં રમાશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
સેમિ ફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતામાં રમાશે
વર્લ્ડ કપ દરમિયાન રાઉન્ડ રોબિન લીગમાં 10 ટીમો એકબીજા સામે ટકરાશે, જેમાં 45 મેચો હશે. આ પછી સેમિ ફાઈનલ અને ફાઈનલ રમાશે. પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે અને બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
વાનખેડે સ્ટેડિયમે 2011 વર્લ્ડ કપની ફાઈનલનું આયોજન કર્યું હતું, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે, ઈડન ગાર્ડન્સે 1987ની ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટાઈટલ મેચની યજમાની કરી હતી જે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.
ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે
ODI વર્લ્ડ કપમાં પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે રમાશે. બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. સેમી ફાઈનલ મુંબઈ અને કોલકાતામાં જ્યારે ફાઈનલ અમદાવાદમાં રમાશે.
ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે. અગાઉ, ભારતે સંયુક્ત રીતે 1987, 1996 અને 2011 ODI ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. મંગળવારે મુંબઈમાં 13મા ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું.
Join Our Official Telegram Channel: