(Source: ECI/ABP News/ABP Majha)
ICC એ કરી 2021 વન ડે ટીમની જાહેરાત, ટીમ ઈન્ડિયાના એક પણ ખેલાડીને સ્થાન નહીં
ICC ODI Team: આઈસીસીએ ગુરુવારે ટીમની જાહેરાત કરી છે. જેની કમાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને સોંપી છે. ટીમમાં એક પણ ભારતીય ખેલાડીને સ્થાન મળ્યું નથી.
ICC ODI Team of the Year 2021: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2021 માટે ODI ટીમની જાહેરાત કરી છે. ICCએ ગુરુવારે ટીમની જાહેરાત કરી, જેની કમાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને સોંપવામાં આવી છે. ટીમમાં કોઈ ભારતીય ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નથી. ICC ટીમમાં પાકિસ્તાન, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 2-2 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ સિવાય બાંગ્લાદેશના 3 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પોલ સ્ટર્લિંગે 2021માં કુલ 705 રન બનાવ્યા હતા. તેણે 14 વનડેમાં 79.66ની એવરેજથી રન બનાવ્યા. આ દરમિયાન તેણે 3 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. જાનેમન મલાન દક્ષિણ આફ્રિકાનો ઓપનર છે. તે ટીમનો મહત્વનો સભ્ય છે. તેણે 2021માં 8 મેચમાં 84.83ની એવરેજથી 509 રન બનાવ્યા હતા. માલને 2 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. બાબર આઝમને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે 2021માં 6 મેચમાં 67.50ની એવરેજથી 405 રન બનાવ્યા હતા. આઝમે આ દરમિયાન બે સદી પણ ફટકારી હતી.
પાકિસ્તાનના ફખર ઝમાને 2021માં 6 મેચ રમી હતી, જેમાં તેણે 60.83ની એવરેજથી 365 રન બનાવ્યા હતા. તેણે બે સદી ફટકારી હતી. તેમાંથી તેણે દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી.
અન્ય ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું?
વેન ડેર ડ્યુસેન - 8 મેચમાં 57ની એવરેજથી 342 રન બનાવ્યા
શાકિબ અલ હસન - બાંગ્લાદેશના આ ઓલરાઉન્ડરે 9 મેચમાં 39.57ની એવરેજથી 277 રન બનાવ્યા છે. તેણે 17 વિકેટ પણ લીધી હતી
મુશ્ફિકુર રહીમ - 9 મેચમાં 58.14ની એવરેજથી 407 રન
હસરંગા - 14 મેચમાં 27.38ની એવરેજથી 356 રન. તેણે 12 વિકેટ પણ લીધી હતી.
મુસ્તાફિઝુર રહેમાન - 10 મેચમાં 18 વિકેટ.
સિમી સિંહ - આ આયરિશ બોલરે 13 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. તેણે 280 રન પણ બનાવ્યા જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે.
ડી ચમીરા - શ્રીલંકાના આ બોલરે 14 મેચમાં 20 વિકેટ ઝડપી હતી.
2021 માટે ICC ODI ટીમ - પોલ સ્ટર્લિંગ, જાનેમન મલાન, બાબર આઝમ (કેપ્ટન), ફખર જમાન, રૂસી વાન ડેર ડુસેન, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, હસરંગા, મુસ્તફિઝુર રહેમાન, સિમી સિંહ અને ડી ચમીરા.