શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ICC ODI Rankings: કોહલી-રોહિત ટોચના સ્થાને યથાવત, બેયરસ્ટો ટોપ-10માં સામેલ
વિરાટ કોહલી 871 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને જ્યારે રોહિત શર્મા 855 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર યથાવત રહ્યા હતા
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનોની આઇસીસી વન-ડે રેન્કિંગમા ટોચના સ્થાને યથાવત છે. જ્યારે ઇગ્લેન્ડનો બેટ્સમેન જોની બેયરસ્ટો તાજેતરમાં જ પૂર્ણ થયેલી ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં કરેલા શાનદાર પ્રદર્શનના કારણે ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.
વિરાટ કોહલી 871 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને જ્યારે રોહિત શર્મા 855 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર યથાવત રહ્યા હતા. કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાક મહિનાથી તેઓ વન-ડે ક્રિકેટ રમી રહ્યા નથી પરંતુ બંન્ને ખેલાડીઓએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.
બેયરસ્ટોએ ઓસ્ટ્રેલિયા સામે કુલ 196 રન ફટકાર્યા હતા અને અંતિમ મેચમાં 126 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી જેના આધારે તે ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. તે પોતાના કરિયના સર્વશ્રેષ્ઠ રેટિંગ અંક 777થી 23 અંક દૂર છે. ગ્લેન મેક્સવેલ અને એલેક્સ કેરીને પણ સદીની મદદથી રેન્કિંગમાં ફાયદો થયો છે. બોલરોમાં ન્યૂઝિલેન્ડનો ટ્રેટ બોલ્ટ અને ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટોચના બે સ્થાન પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion