PAK vs ENG, Final Match Highlights: ઈંગ્લેન્ડ બન્યું ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન, બેન સ્ટોક્સના અણનમ 52 રન, પાકિસ્તાનને 5 વિકેટથી આપી હાર
ICC T20 WC 2022, PAK vs ENG: T20 વર્લ્ડકપ 2022ની ફાઈનલમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને વિકેટથી પછાડ્યું.
ICC T20 WC 2022, PAK vs ENG: ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. મેચ જીતવા 138 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યો હતો.
ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સર્વાધિક 52 રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. જોસ બટલર 26, હેરી બ્રુક 20 અને ફિલિપ સોલ્ટ 10 રન બનાવી આઉટ થયા હતા. મોઈન અલી એ 19 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી હેરિસ રાઉફે 2, શાદાબ ખાન, મોહમ્મદ વસિમ જૂનિયર અને શાહિન આફ્રિદીએ 1-1 વિકેટ લીધી હતી.
WHAT A WIN! 🎉
— ICC (@ICC) November 13, 2022
England are the new #T20WorldCup champions! 🤩#PAKvENG | #T20WorldCupFinal | 📝 https://t.co/HdpneOINqo pic.twitter.com/qK3WPai1Ck
ઈંગ્લેન્ડને જીતવા 138 રનનો ટાર્ગેટ
ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. શોન મસૂદે સર્વાધિક 38 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે 32 રનનું યોગદાન આપ્યું હતું. શાદાબ ખાને 20 અને મોહમ્દ રિઝવાને 15 રન બનાવ્યા હતા. સેમ કરને 3, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લીધી હતી.
Brilliant spells by Sam Curran and Adil Rashid help England restrict Pakistan to 137/8 in their 20 overs.
— ICC (@ICC) November 13, 2022
Can Babar Azam's team defend this modest total? 👀#T20WorldCupFinal | #PAKvENG | 📝 https://t.co/HdpneOrcyQ pic.twitter.com/aEOft0JblC
Shadab Khan moves past Shahid Afridi as the leading wicket-taker for Pakistan in T20Is with 98 as Harry Brook becomes his latest victim 👏#T20WorldCup | #PAKvENG pic.twitter.com/Puuf7jfj9e
— ICC (@ICC) November 13, 2022
The MCG is packed for this grand finale 🎉#PAKvENG | #T20WorldCupFinal pic.twitter.com/Fnh7g0orER
— ICC (@ICC) November 13, 2022