શોધખોળ કરો
Advertisement
ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયાને ઝટકો, આ ટીમ ભારતને પાછળ પાડને બની નંબર વન, જાણો પૉઇન્ટ ટેબલની સ્થિતિ
નવા પૉઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાને 82.22 ટકા અને ભારતને 75 ટકા પૉઇન્ટ છે. પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડની ટીમ છે, જેને 62.5 ટકા પૉઇન્ટ છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા જ ભારતને ટેસ્ટ ક્રિકેટમાં ઝટકો લાગ્યો છે. આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનુ પૉઇન્ટ ટેબલ જાહેર કરી દીધુ છે નવા પૉઇન્ટ ટેબલ અનુસાર ઓસ્ટ્રેલિયા પ્રથમ નંબર પર પહોંચી ગયુ છે, જ્યારે ભારત પહેલા નંબર પરથી બીજા નંબર પર ખસકી ગયુ છે.
નવા પૉઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાને 82.22 ટકા અને ભારતને 75 ટકા પૉઇન્ટ છે. પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડની ટીમ છે, જેને 62.5 ટકા પૉઇન્ટ છે.
આ પહેલા ટીમ ઇન્ડિયા ટૉપ પર હતી પરંતુ આ બધાની વચ્ચે આઇસીસીએ નિયમોમાં ફેરફાર કર્યો, જેના કારણે ઇન્ડિયન ટીમ નંબર બે પર આવી ગઇ અને ઓસ્ટ્રેલિયા પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઇ હતી. આ ફેરફારને લઇને કેપ્ટન કોહલીએ પણ સવાલો ઉઠાવ્યા હતા.
ખાસ વાત છે કે ભારત ભલે પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે, પરંતુ પૉઇન્ટની રીતે ભારત આગળ છે. ભારતના હાલ 360 પૉઇન્ટ છે, અને ઓસ્ટ્રેલિયાના 296 પૉઇન્ટ છે. પરંતુ ટકાવારીના આધારે ઓસ્ટ્રેલિયા નંબર વન અને ભારત નંબર બે ની પૉઝિશન પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement