કોરોનાના કારણે ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલી ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલીફાયર 2021 રદ
કોરોના મહામારીના કારણે ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલી ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલીફાયર 2021ને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
કોરોના મહામારીના કારણે ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલી ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલીફાયર 2021ને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
કોરોનાના નવા વેરિયન્ટના કારણે ઝિમ્બાબ્વેના હરારેમાં ચાલી રહેલી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના ક્વોલિફાયરને રદ કરાઈ છે. જ્યારે નેધરલેન્ડની મેન્સ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની ટૂરને અધવચ્ચે જ છોડી દીધી છે. નેધરલેન્ડના સેન્ચુરિયનમાં પહેલી વનડે રમ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. જો કે દક્ષિણ આફ્રિકાથી આવતી-જતી ફ્લાઈટ્સની એન્ટ્રી મોટા ભાગના દેશોએ બંધ કરી દીધી છે. જેના કારણે નેધરલેન્ડની ટીમને ઘર પરત ફરવા માટે ફ્લાઈટ નથી મળી રહી.
કોરોનાના નવા વેરિયન્ટના કારણે ઈંગ્લેન્ડે પણ દક્ષિણ આફ્રિકાથી આવતી-જતી ફ્લાઈટ્સને રદ કરી દીધી છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન મળી આવ્યો છે, જે ઝડપથી ફેલાઈ રહ્યો છે.
સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ મળી આવતા નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું, આવી સ્થિતિમાં દરેક બોર્ડ તે પછી BCCI હોય કે અન્ય કોઈ, તેઓએ ભારત સરકારની મંજૂરી લેવી જોઈએ. ભારતના દક્ષિણ આફ્રિકાની ટૂર પર BCCIથી અરજી મળ્યાં બાદ જ સરકાર નિર્ણય કરશે. જણાવી દઈએ કે 17 ડિસેમ્બરથી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ તેમની જમીન પર સીરીઝ રમવાના છે.
કોરોનાને કારણે મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પણ ખતરો ઊભો થયો છે, ત્યારે જેટલી મેચ રમાય છે તેના પ્રદર્શનના આધારે ક્વોલિફાઈ થનારા દેશનો નિર્ણય લેવાય ગયો છે. ICCએ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટઈન્ડિઝને ક્વોલિફાઈ થયું હોવાની જાહેરાત કરી છે. મહિલા વનડે વર્લ્ડ કપનું આયોજન ન્યૂઝીલેન્ડમાં આગામી 4 માર્ચથી 3 એપ્રિલ સુધી યોજાશે. તેના માટે ક્વોલિફાયર ટૂર્નામેન્ટ ચાલી રહી હતી.
8 દેશોને ટૂર્નામેન્ટમાં જગ્યા મળવાની હતી. 5 ટીમ પહેલાંથી જ ક્વોલિફાઈ થઈ ગઈ છે. જેમાં યજમાન ટીમ ન્યૂઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ છે. ત્રણ ટીમ ક્વોલિફાયરના માધ્યમથી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થવાની હતી, હવે આ ત્રણ ટીમ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટઈન્ડિઝ છે.