શોધખોળ કરો

Ind vs Pak મેચની 'લાલચ'? ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર

ICC tournament changes: વનડે વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા 14 થી ઘટીને 12 થઈ શકે છે, જ્યારે T20 વર્લ્ડ કપમાં 'સુપર-8' ની જગ્યાએ 'સુપર-10' ફોર્મેટ જોવા મળી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ICC વનડે, T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલવાનું વિચારે છે.
  • 2027 વર્લ્ડ કપમાં ટીમો 14 થી ઘટાડીને 12 થશે.
  • T20 વર્લ્ડ કપમાં 'સુપર-8' ને 'સુપર-10' કરાશે.
  • વનડે મેચોમાં ઓવર સંખ્યા 50 જ રહેશે.

ICC tournament changes: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. મળતા અહેવાલો મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાંથી થતી જંગી કમાણીની લાલચમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વનડે (ODI) અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો બધું યોજના મુજબ રહ્યું, તો આગામી ટૂર્નામેન્ટ્સમાં ટીમોની સંખ્યા અને નોકઆઉટ રાઉન્ડ્સમાં ધરખમ ફેરફાર જોવા મળશે.

વનડે વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા ઘટશે?

વર્ષ 2023 ના વર્લ્ડ કપમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. આ પછી ICC એ અગાઉ એવી જાહેરાત કરી હતી કે આગામી 2027 વર્લ્ડ કપ (જે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાવાનો છે) માટે ટીમોની સંખ્યા વધારીને 14 કરવામાં આવશે. પરંતુ, તાજેતરના અહેવાલો મુજબ, ICC આ નિર્ણય પર પુનર્વિચાર કરી રહ્યું છે અને વનડે વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા 14 થી ઘટાડીને 12 કરી શકે છે. ભૂતકાળ પર નજર કરીએ તો 2003, 2007, 2011 અને 2015 ના વર્લ્ડ કપમાં 14 કે તેથી વધુ દેશો રમ્યા હતા, જ્યારે 2019 અને 2023 માં માત્ર 10 ટીમો જ મેદાનમાં ઉતરી હતી.

T20 વર્લ્ડ કપમાં નવું ફોર્મેટ: 'સુપર-10' નો વિચાર

વનડેની સાથે સાથે T20 વર્લ્ડ કપના ફોર્મેટની પણ સમીક્ષા થઈ રહી છે. 2024 અને 2026 ના T20 વર્લ્ડ કપમાં 'સુપર-8' સ્ટેજ સામેલ છે, જેને બદલીને 'સુપર-10' સ્ટેજમાં ફેરવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધારાની મેચ રમાવવાની શક્યતાઓ વધી જશે, જે આખરે ICC માટે એક મોટી કમાણીનો સ્ત્રોત સાબિત થશે.

આ પણ વાંચોઃ લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ

વનડે મેચો 50 ઓવરની જ રહેશે

અત્રે નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા એડિનબર્ગમાં યોજાયેલી ICC ની વાર્ષિક બેઠકમાં વનડે ફોર્મેટમાં ઓવરની સંખ્યા 50 થી ઘટાડીને 40 કરવા અંગે પણ વિચારણા થઈ હતી. જોકે, આ મુદ્દે સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ સધાઈ શકી ન હતી. આથી, હાલ પૂરતું આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં એક ઇનિંગ 50 ઓવરની જ યથાવત રહેશે.

આ પણ વાંચોઃ IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓનો થશે એન્ટ્રી

Frequently Asked Questions

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ICC કયા કારણોસર મોટા ફેરફારો કરી રહ્યું છે?

ICC ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચોથી થતી જંગી કમાણીની લાલચમાં વનડે અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે.

વનડે વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યામાં શું ફેરફાર થઈ શકે છે?

ICC 2027 ના વનડે વર્લ્ડ કપ માટે ટીમોની સંખ્યા 14 થી ઘટાડીને 12 કરવાનું વિચારી રહ્યું છે. અગાઉ 2023 વર્લ્ડ કપમાં 10 ટીમોએ ભાગ લીધો હતો.

T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કયો નવો ફેરફાર સૂચવવામાં આવ્યો છે?

2024 અને 2026 ના T20 વર્લ્ડ કપમાં 'સુપર-8' સ્ટેજને બદલીને 'સુપર-10' સ્ટેજમાં ફેરવવામાં આવી શકે છે. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ મેચો રમાઈ શકે છે.

વનડે મેચોમાં ઓવરની સંખ્યામાં કોઈ ફેરફાર થશે?

ના, હાલ પૂરતું આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં એક ઇનિંગ 50 ઓવરની જ યથાવત રહેશે. 50 થી ઘટાડીને 40 ઓવર કરવાનો પ્રસ્તાવ સર્વસંમતિ સધાયો ન હતો.

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget