શોધખોળ કરો

India A vs Pakistan A: ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું,સાઈ સુદર્શને ફટકારી સદી

India A vs Pakistan A, Emerging Teams Asia Cup: ઇમર્જિંગ એશિયા કપ 2023મા વિજયી અભિયાનને ચાલુ રાખતા ભારતીય ટીમે પાકિસ્તાન-A ટીમ સામે 8 વિકેટે એકતરફી જીત નોંધાવી છે.

India A vs Pakistan A, Emerging Teams Asia Cup: ઇમર્જિંગ એશિયા કપ 2023મા વિજયી અભિયાનને ચાલુ રાખતા ભારતીય ટીમે પાકિસ્તાન-A ટીમ સામે 8 વિકેટે એકતરફી જીત નોંધાવી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારત-એ ટીમને 206 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેને ટીમે સાઈ સુદર્શનની 104 રનની શાનદાર ઈનિંગના આધારે આસાનીથી હાંસલ કરી લીધો હતો. હવે ભારતીય ટીમ 21 જુલાઇએ બાંગ્લાદેશ-A ટીમ સામે સેમિફાઇનલ મેચ રમશે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન-A ટીમ 48 ઓવરમાં 205 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. આ પછી, સાઈ સુદર્શન અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય-A ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ મેચમાં અભિષેક 20 રનની ઇનિંગ રમીને મુબાસિર ખાનનો શિકાર બન્યો હતો.

સાઈ સુદર્શન અને નિકિન જોશની ભાગીદારીએ મેચને એકતરફી બનાવી દીધી 

અભિષેક શર્માના પેવેલિયનમાં પરત ફર્યા બાદ સાઈ સુદર્શનને નિકિન જોશનો ટેકો મળ્યો અને બંનેએ ઈનિંગને આગળ લઈ જવાની પ્રક્રિયા ચાલુ રાખી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 99 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. આ મેચમાં 53 રનની શાનદાર ઇનિંગ રમીને નિકિન મેહરાન મુમતાઝનો શિકાર બન્યો હતો. અહીંથી સાઈ સુદર્શને સુકાની યશ ધુલ સાથે મળીને ટીમને જીત તરફ આગળ વધારી હતી અને 8 વિકેટે જીત મેળવી હતી. સાઈ સુદર્શને 110 બોલમાં 104 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી આ મેચમાં મુબાસિર ખાન અને મેહરાન મુમતાઝને 1-1 વિકેટ મળી હતી.

રાજવર્ધન હંગરગેકરની બોલિંગ સામે પાકિસ્તાની બેટ્સમેનો ઘૂંટણીયે આવી ગયા

આ મેચમાં પાકિસ્તાની ઇનિંગ્સની વાત કરીએ તો તે ભારતીય બોલિંગ આક્રમણ સામે સંપૂર્ણ રીતે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આ મેચમાં 78ના સ્કોર સુધી પાકિસ્તાની ટીમ પોતાની અડધી ટીમ ગુમાવી ચૂકી હતી. આ પછી કાસિમ અકરમના 48, મુબાસિર ખાનના 28 અને મેહરાન મુમતાઝના 25 રનની મદદથી ટીમ 205ના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. ભારતની બોલિંગમાં રાજવર્ધન હંગરગેકરે 5 જ્યારે માનવ સુથારે 3 વિકેટ જ્યારે રિયાન પરાગ અને નિશાંત સિંધુએ 1-1 વિકેટ ઝડપી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ટ્વીટ કરી શુભકામના પાઠવી

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Letter Scam : DGP વિકાસ સહાયે અમરેલી લેટરકાંડના રિપોર્ટને લઈ શું આપ્યું મોટું નિવેદન?Rajkot Samuh Lagna : દીકરીઓને હરખના આંસુ! પોલીસે 6 દીકરીઓના કરાવ્યા લગ્નRajkot Suicide Case : સોશિયલ મીડિયા સ્ટાર રાધિકા ધામેચા કરી લીધો આપઘાત , શું છે કારણ?Rajkot Samuh Lagna : સમૂહ લગ્નના આયોજકો ભૂગર્ભમાં | 28 વરઘોડિયા રઝળી પડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot:  ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Rajkot: ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Embed widget